May 21, 2024

શહેરમાં ટૂંક સમયમાં હરતી ફરતી પાસપોર્ટ સેવા સર્વિસ એક્સલન્સ વાન શરૂ કરાશે

જયેશ ચૌહાણ, અમદાવાદ: કોરોનાકાળ બાદ વિદેશ જવાનો ક્રેઝ અને ટ્રેન્ડ વધ્યો છે, ત્યારે પાસપોર્ટ ઓફિસો બહાર લોકોની લાંબી કતારો અને પાસપોર્ટ માટે લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે, એવામાં આ ભારણ ઘટાડવા માટે રિઝનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં પાસપોર્ટ માટે હરતી ફરતી પાસપોર્ટ સેવા સર્વિસ એક્સલન્સ વાન શરૂ કરવામાં આવશે જેમાં નવા પાસપોર્ટ સહિતના દસ્તાવેજી કામકાજ શરૂ કરવામાં આવશે.

શું છે પાસપોર્ટ સેવા સર્વિસ એક્સલન્સ વાન?
પાસપોર્ટ કઢાવવા માટે દોઢ મહિના જેટલુ વેઇટિંગ આવી રહ્યું છે અને એવામાં અરજદારોએ પાસપોર્ટ ઓફિસના ધક્કા પણ ખાવા પડી રહ્યાં છે માટે અરજદારોને પાસપોર્ટ ઓફિસ સુધી લાંબુ ન થવુ પડે એ માટે અમદાવાદમાં હરતી ફરતી પાસપોર્ટ સેવા સર્વિસ એક્સલન્સ વેન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે…. એક્સલન્સ વેનની કચેરીમાં લોકો નવા પાસપોર્ટ માટે અરજી કરી શકશે. અરજદારના ડોક્યુમેન્ટ સ્ક્રેનીંગ, વેરિફિકેશન, ફિંગર પ્રિન્ટ અને ફોટોગ્રાફ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાશે. એપોઇમેન્ટ બુક કરતી વખતે પાસપોર્ટ સેવા કેન્દ્રની સાથે સાથે વેનનો પણ ઉપયોગ લોકો કરી શકશે

અમદાવાદમાં પ્રથમ એક્સલન્સ વેન

  • આગામી થોડા દિવસોમાં જ અમદાવાદના ગુલબાઇ ટેકરા ખાતેની રિજનલ પાસપોર્ટ કચેરીની બહાર પ્રથમ વેન મુકવામાં આવશે જેથી લોકોને આ વેન વિશે ખ્યાલ આવી શકે… તબક્કાવાર આ વેનને શહેરના અનેક વિસ્તારોમાં પણ ફેરવવામાં આવશે જેથી લોકોને પાસપોર્ટ સેવા કેન્દ્રના ધક્કા ન ખાવા પડે.. ખાસ કરીને સિનિયપ સિટિઝન નાગરિકો માટે આ સેવા વધુ ઉપયોગી બનશે અને અન્ય લોકોના સમયની પણ બચત થશે.
  • પાસપોર્ટ સેવા સર્વિસ એક્સલન્સ વેનથી એક નિયત કરેલ સંખ્યાઓમાં જ એપોઇમેન્ટ મળી શકશે… હાલ જે પ્રાથમિક માહિતી મળી રહીં છે એ મુજબ પાસપોર્ટ સેવા સર્વિસ એક્સલન્સ વેનમાં દરરોજ 20થી 30 એપોઇંટમેન્ટ આપવામાં આવશે.

પાસપોર્ટ સેવા સર્વિસ એક્સલન્સ વેન સુવિધાઓ

  • પાસપોર્ટ વાનમાં એક અનુભવી કર્મચારી અને TCS હાજર રહેશે.
  • કર્મચારી અરજી કરનારના દસ્તાવેજનું સ્ક્રેનિંગ – વેરિફિકેશન કરશે.
  • ફિંગર પ્રિન્ટ અને ફોટોગ્રાફ સહિતની પ્રક્રિયા પણ થશે.
  • એક્સલન્સ વેનમાં AC પણ મુકવામાં આવ્યું છે.