અમરેલીની પાટીદાર દિકરી મુદ્દે પરશોત્તમ રૂપાલાનું નિવેદન, કહી આ વાત
Letter kand Amreli: અમરેલીની પાટીદાર દિકરી મુદ્દે પરશોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે. સમગ્ર પ્રકરણમાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. રૂપાલાએ કહ્યું કે અમરેલી પોલીસે ઉતાવળ કરી છે. દીકરી સાથે પોલીસનો વ્યવહાર અયોગ્ય હતો.
આ પણ વાંચો: અવ્યવસ્થાનો કુંભ? ખેલાડીઓને એક ટાઈમ જમવાના પણ ફાંફા
પોલીસનો એક તરફનો પ્રયાસ યોગ્ય નથી
છેલ્લા ઘણા દિવસથી અમરેલી ચર્ચામાં આવ્યું છે. લેટરકાંડના આટલા દિવસ પછી રુપાલાને પાટીદાર દીકરી વિશે નિવેદન આપ્યું છે. રૂપાલાએ કહ્યું કે સમગ્ર પ્રકરણમાં બે તરફ જોવાની આવશ્યકતા હતી. પોલીસનો એક તરફનો પ્રયાસ યોગ્ય નથી. SP દ્વારા કમિટી નીમવામાં આવી છે યોગ્ય કાર્યવાહી કરશે તેવી મને આશા છે. કોંગ્રેસ આ ઘટનાને અલગ દિશામાં લઇ જઇ રહી છે. હાલ નનામી લેટર વાઇરલ કરવાનોનો રોગ ફેલાયેલો છે.