March 16, 2025

રાજ્યમાં વધુ એક લાંચિયો પોલીસકર્મી ઝડપાયો, ASI ભરત મકવાણા 20 હજારની લાંચ લેતા ઝડપાયા

Veraval: રાજ્યમાં અવારનવાર લાંચ લેતા કર્મચારીઓ ઝડપાય છે. ત્યારે રાજ્યમાં વધુ એક લાંચિયો કર્મી ઝડપાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં લાંચિયો પોલીસ કર્મી એસીબીની પકડમાં આવ્યો છે. વેરાવળમાં ટાવર ચોકના ASI રૂ.20.હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાક મચી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં વધુ એક લાંચિયો એસીબીએ ઝડપી પાડ્યો છે. ભરત મકવાણાને એસીબીએ લાંચ લેતા પકડી પાડ્યો છે અને નિગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસમાં ઝડપથી ચાર્જશીટ કરવા માંગ કરી હતી. તેમજ ધક્કા નહીં ખવડાવવા અવજ પેટે રકમની માંગણી કરી હતી. લાંચિયાબાબુઓ પર એસીબીએ તવાઈ બોલાઈ છે. જોકે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: દીકરીને કોઈ લબરમુછીયો ફસાવે તો… તેના પરિવાર સાથે ઉભા રહીને ન્યાય અપાવો: હર્ષ સંઘવી