November 22, 2024

બંગાળમાં મતદાન કેન્દ્રના શૌચાલયમાં મૃત હાલતમાં મળ્યો અર્ધલશ્કરી દળનો જવાન

લોકસભા ચૂંટણી 2024: પશ્ચિમ બંગાળમાં મતદાન મથકના શૌચાલયમાં લપસીને અને પડી જવાથી અર્ધલશ્કરી દળના એક જવાનનું મોત થયું હતું. સૂત્રોએ આજે ​​સવારે જણાવ્યું હતું કે આ ઘટના કૂચ બિહારના માથાભાંગામાં એક મતદાન કેન્દ્ર પર બની હતી. જે આજે મતદાન થવા જઈ રહેલી બેઠકોમાંથી એક છે. સીઆરપીએફ જવાન મતદાન શરૂ થયા પહેલા મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

પ્રાથમિક માહિતી અનુસાર હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે તે લપસીને શૌચાલયમાં પડી ગયો હતો અને તેને માથામાં ઈજા થઈ હતી. આજે પોસ્ટમોર્ટમ બાદ તેના મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવા મળશે. કૂચ બિહારમાં આજે સવારે ભારે સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું હતું. ભાજપે અહીંથી વર્તમાન સાંસદ નિસિથ પ્રામાણિકને ટિકિટ આપી છે જ્યારે તૃણમૂલે જગદીશ બસુનિયાને કેન્દ્રીય મંત્રીની ચૂંટણીમાં ઉતાર્યા છે.

ઉત્તર બંગાળની હાઇ-પ્રોફાઇલ સીટ કૂચ બિહારમાં 2021માં રાજ્યની ચૂંટણીઓ દરમિયાન અથડામણ જોવા મળી હતી. સીતાલકુચીમાં એક મતદાન કેન્દ્રની બહાર સુરક્ષા દળો સાથેની અથડામણમાં ચાર લોકો ઠાર થયા હતા. જેના પગલે ચૂંટણી પંચે મતદાન અટકાવ્યું હતું. આજે બંગાળમાં અલીપુરદ્વાર અને જલપાઈગુડી બેઠકો માટે પણ ચૂંટણી યોજાઈ રહી છે. બંને બેઠકો 2019માં ભાજપે જીતી હતી. પશ્ચિમ બંગાળમાં તત્કાલીન શાસક તૃણમૂલને કુલ 22 બેઠકો મળી હતી. જ્યારે ભાજપે 18 બેઠકો જીતી હતી.