પાકિસ્તાન આતંકવાદની ફેક્ટરી… PM શાહબાઝનું ભાષણ એક મજાક, ભારતે આપી ચેતવણી
India-Pakistan: પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. જેનો ભારતે હવે જવાબ આપ્યો છે. ભારતીય રાજદ્વારી ભાવિકા મંગલાનંદને UNGAમાં રાઈટ ટુ રિપ્લાય દરમિયાન પાકિસ્તાની પીએમના ભાષણને મજાક ગણાવી છે.. તેમણે પાકિસ્તાનને આતંકવાદની ફેક્ટરી પણ ગણાવી હતી.
પાકિસ્તાની પીએમને જવાબ આપતા ભાવિકા મંગલાનંદને કહ્યું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને પ્રભાવિત કરવા માટે આતંકવાદનો ઉપયોગ કર્યો છે. ભાવિકા મંગલાનંદને કહ્યું કે પાકિસ્તાન માટે દુનિયામાં ક્યાંય પણ હિંસા વિરુદ્ધ બોલવું એ પાખંડ છે.
‘પાકિસ્તાની પીએમનું ભાષણ મજાક’
ભારતીય રાજદ્વારીએ કહ્યું, “અફસોસની વાત છે કે આજે સવારે આ એસેમ્બલી (યુએન)માં એક હાસ્યાસ્પદ ઘટના બની. હું પાકિસ્તાની વડાપ્રધાનના ભાષણમાં ભારતના સંદર્ભની વાત કરી રહી છું. દુનિયા જાણે છે કે, પાકિસ્તાન તે લાંબા સમયથી સરહદ પારના આતંકવાદનો ઉપયોગ તેના પડોશીઓ સામે શસ્ત્ર તરીકે કરે છે. આપણી સંસદ, આપણી આર્થિક રાજધાની મુંબઈ પર હુમલો કરે છે. લિસ્ટ બહું લાંબુ છે.
આ પણ વાંચો: કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથે અથડામણ, સેનાના 4 જવાન ઈજાગ્રસ્ત
ભારતીય રાજદ્વારી ભાવિકા મંગલાનંદને કહ્યું કે પાકિસ્તાન માટે ક્યાંય પણ હિંસા વિશે વાત કરવી એ સૌથી મોટું પાખંડ છે. તેમણે કહ્યું, “સૈન્ય દ્વારા સંચાલિત દેશ જે આતંકવાદ, માદક દ્રવ્ય, વેપાર અને આંતરરાષ્ટ્રીય અપરાધ માટે વિશ્વમાં કુખ્યાત છે. તે વિશ્વની સૌથી મોટી લોકશાહી પર હુમલો કરવાની હિંમત ધરાવે છે.”
પાકિસ્તાને પાયાવિહોણા આક્ષેપો કર્યા
ભારતના જવાબના અધિકાર બાદ પાકિસ્તાનના હાઈ કમિશનરે ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે ભારતમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. પાકિસ્તાન હાઈ કમિશનરે આરોપ લગાવ્યો, “RSS-BJP સરકાર દલિતો, લઘુમતીઓ અને કાશ્મીરી લોકો પર અત્યાચાર કરી રહી છે. ભારત તહરીક-એ-પાકિસ્તાન અને બલૂચિસ્તાન આર્મી તરફથી પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે.”