June 28, 2024

IPL ફાઈનલ પહેલા આ ત્રણ દિવસ એક પણ મેચ નહીં રમાય

IPLની 17મી સિઝન હવે છેલ્લા તબક્કામાં પહોચી ગઈ છે. આ સિઝનની તમામ મેચ પુર્ણ થઈ ગઈ છે. 4 ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. 2 મહિનાથી દરેક દિવસે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. બે મહિનામાં વરસાદ પડ્યો એ દિવસે જ મેચનું આયોજન કરવામાં આવ્યું નથી. IPLમાં ફાઈનલના આ ત્રણ દિવસ પહેલા એક પણ મેચ નહીં રમાય. આવો જાણીએ કે કયાં દિવસે નહીં રમાય મેચ.

આ દિવસે મેચ નહીં
IPL 2024ની ફાઇનલ મેચ 26 મેના રમાશે. પ્લેઓફ દરમિયાન 4 મેચ રમાશે. છેલ્લા 2 મહિનાથી સતત મેચ રમાય રહી છે. પરંતુ હવે 3 દિવસ સુધી ચાહકોને મેચની રાહ જોવી પડશે. આ દિવસોમાં તમામ પ્લેઓફ ટીમોને એક દિવસનો વિરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં 20 મેના રોજ એક પણ મેચ રમાશે નહીં. આ પછી 21 મેના રોજ ક્વોલિફાયર 1 અને 22 મેના રોજ એલિમિનેટરનું આયોજન કરવામાં આવશે. બીજી ક્વોલિફાયર મેચની વાત કરવામાં આવે તો તે 24 મેના રોજ રમાવાની છે. આ મેચ બાદ પણ ટીમોને એક દિવસનો આરામ આપવામાં આવશે. આવી સ્થિતિમાં 25મી મેના રોજ પણ કોઈ મેચ નહીં રમાય. ત્યારબાદ આઈપીએલ 2024ની ફાઈનલ મેચ 26મી મેના રોજ રમાશે.

આ પણ વાંચો: હર્ષલ પટેલ પર્પલ કેપની રેસમાં આગળ, આ બોલર બની શકે છે પડકાર

રમાશે એલિમિનેટર મેચ
IPL 2024 ની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો વચ્ચે બુધવારે રમાશે. 9 વર્ષ પહેલા બંને ટીમ આમને સામને આવી હતી. હવે ફરી બંને ટીમો 9 વર્ષ પછી એલિમિનેટર મેચમાં આમને-સામને થશે. ક્વોલિફાયર-1: કોલકાતા નાઈટ રાઈડર્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ 21 મે, અમદાવાદમાં રમાશે. એલિમિનેટર ટીમની વાત કરવામાં આવે તો આરસીબી અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે 22 મેના અમદાવાદમાં રમાશે. ક્વોલિફાયર 2: ક્વોલિફાયર 1 હારનાર વિ એલિમિનેટર વિજેતા, 24 મે, ચેન્નાઈમાં મેચ રમશે. ફાઈનલ – એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ, 26 મેના રમાશે.