November 22, 2024

નીતિશ કુમારે સાંસદોને બોલાવ્યા નિવાસસ્થાને, 12 વાગ્યાથી યોજાશે મોટી બેઠક

નીતિશ કુમારે 9મી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. હવે નવી સરકારની રચના બાદ આગળની પ્રક્રિયા આજે સોમવારે તારીખ 29 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. એક માહિતી અનુસાર લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો સીએમ આવાસ પર એકઠા થશે. આ મોટી બેઠક અંગે કહેવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમાર પોતાના સાંસદો સાથે વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર વિગત વાર ચર્ચા કરવામાં આવશે.

JDU સાંસદો 12 વાગ્યે CM આવાસ પર એકઠા
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે તેમના નિવાસસ્થાને બેઠક બોલાવી છે. જેડીયુના તમામ સાંસદો બપોરે 12 વાગ્યે સીએમ આવાસ પર એકઠા થશે. સંસદના બજેટ સત્ર પહેલા જેડીયુની આ મોટી બેઠક માનવામાં આવી રહી છે.વિધાનસભાના અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી સામે અવિશ્વાસ પ્રસ્તાવ માટે વિધાનસભાના સચિવને નોટિસ આપવામાં આવી છે. NDAના ઘણા ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને પદ પરથી હટાવવા માટે વિધાનસભા સચિવને અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો બહુમતી સાથે તેમને હટાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એનડીએ ગઠબંધન પાસે 128 ધારાસભ્યો છે જ્યારે વિપક્ષના મહાગઠબંધન પાસે 114 ધારાસભ્યો છે.

આ પણ વાચો: NDAની આજથી કેરળમાં એક મહિનાની ‘ભારત જોડો યાત્રા’

સત્તાધારી પક્ષમાં બેસશે
બિહારમાં છેલ્લા ઘણા દિવસોથી ધમાલ મચી ગઈ હતી. ત્યારે હવે બિહારમાં નવી સરકાર બની છે ત્યારે વિધાનસભામાં બેઠક વ્યવસ્થા પણ નવી હશે.ભાજપ સત્તામાં આવી ગયું છે. તમને જણાવી દઈએ કે હવે બિહારમાં નવી સરકાર બન્યા બાદ ઘણી બાબતોમાં બદલાવ જોવા મળશે. આ દરમિયાન વિપક્ષના નેતા પણ બનાવવામાં આવશે. તેજસ્વી યાદવ વિપક્ષના સૌથી મોટા નેતા તરીકે નિયુક્તિ કરવામાં આવી શકે છે. હાલમાં બિહાર વિધાનસભાના સ્પીકર અવધ બિહારી ચૌધરી છે. વિધાનસભા અધ્યક્ષને હટાવવાની પ્રક્રિયા પણ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

મુખ્યપ્રધાન પદના શપથ લઈને રેકોર્ડ
રવિવારે તારીખ 28-1-2024ના મુખ્યપ્રધાન નીતિશ કુમારની સાથે આઠ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. જો કે, તેમની વચ્ચે વિભાગોનું કોઈ વિભાજન થયું નથી. બિહારમાં આજથી NDA સરકાર પરત આવી છે. નીતિશ કુમારે નવમી વખત મુખ્યપ્રધાન પદના શપથ લઈને રેકોર્ડ બનાવ્યો છે. સીએમ નીતિશ સાથે સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા સહિત 8 મંત્રીઓએ પણ શપથ લીધા હતા.શપથ ગ્રહણ દરમિયાન સમર્થકો તરફથી નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાચો: શાહના આંગણે ચિરાગ પાસવાન, મુલાકાતમાં થઈ આ વાત