November 24, 2024

નેપાળમાં યોજાયેલી શંખોડલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ઝળહળ્યા, 17 મેડલ મળ્યાં

અમદાવાદઃ નેપાળના કાઠમંડુમાં 14થી 16મે દરમિયાન શંખોડલ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાઠમંડુમાં આવેલા જોરપાતિ એકેડેમી હોલમાં આ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

આ ચેમ્પિયનશિપમાં એડવાન્સ ટઈકૂડો માર્શલ આર્ટમાં ગુજરાતના 21 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી 17 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને ઇનામ હાંસલ કર્યા હતા. એડવાન્સ ટઈકૂડો માર્શલ આર્ટ સંસ્થાએ આ ચેમ્પિયનશિપમાં રનર અપની ટ્રોફી પણ પ્રાપ્ત કરી હતી.

આ પણ વાંચોઃ નર્મદા કિનારે વસતું આ ગામ પાણીથી તરસ્યું! તંત્રના આંખ આડા કાન

આ ટુર્નામેન્ટમાં કરણ ચૌધરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે જિનલ કાપડિયા અને મનસ્વી ડિસોઝાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સિવાય 14 વિદ્યાર્થીઓને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા છે.

કયા વિદ્યાર્થીને કયો મેડલ મળ્યો?
1. કરણ ચૌધરી – ગોલ્ડ મેડલ
2. જિનલ કાપડિયા – સિલ્વર મેડલ
3. મનસ્વી ડિસોઝા – સિલ્વર મેડલ
4. ધૈર્ય મકિાણા – બ્રોન્ઝ મેડલ
5. માહી શાહ – બ્રોન્ઝ મેડલ
6. હીરવા મિસ્ત્રી – બ્રોન્ઝ મેડલ
7. ખેયા પાઠક – બ્રોન્ઝ મેડલ
8. ત્રિશા પટેલ – બ્રોન્ઝ મેડલ
9. સ્તૂતિ શાહ – બ્રોન્ઝ મેડલ
10. વીર શાહ – બ્રોન્ઝ મેડલ
11. ગુલ ગહલોત – બ્રોન્ઝ મેડલ
12. તમન્ના સોલંકી – બ્રોન્ઝ મેડલ
13. ધ્રુવી સોલંકી – બ્રોન્ઝ મેડલ
14. પ્રથમ પટેલ – બ્રોન્ઝ મેડલ
15. ઓમ ગુપ્તા – બ્રોન્ઝ મેડલ
16. હીર રાવલ – બ્રોન્ઝ મેડલ
17. રિધમ પવાર – બ્રોન્ઝ મેડલ