September 20, 2024

ટ્રાયબલ મ્યુઝિયમમાં મોત મામલે રાજકારણ ગરમાયું, સાંસદ સહિતના લોકો મૃતકોનાં ઘરે પહોંચ્યા

પ્રવિણ પટવારી, નર્મદાઃ કેવડિયામાં ટ્રાયબલ મ્યુઝિયમમાં બે આદિવાસી યુવકોના માર મારવાની ઘટનામાં રાજકારણ ગરમાયું છે. બન્ને મૃતકોના ઘરે હવે મંત્રીઓ આશ્વાસન આપવા આવી રહ્યા છે. આજે રાજ્ય કક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી સહિતનું પ્રતિનિધિ મંડળ કેવડિયા અને ગભાણા ગામે બંને પરિવારોને મળ્યા હતા.

ટ્રાઇબલ મ્યુઝિયમમાં ત્રણ દિવસ પહેલાં કોન્ટ્રાક્ટરના માણસે બે સ્થાનિક આદિવાસી નિર્દોષ યુવાકોને ઢોર મારતા તેમના કરુણ મોત થયા છે. જો કે, પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હાલ છ આરોપીઓની ધરપકડ કરી છે. બીજી તરફ આ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા 13 તારીખ મોટો કાર્યક્રમ આ બાબતે કરવા જઈ રહ્યા છે.

સરકાર દ્વારા આ બન્ને મૃતકોના પરિવારને 4.50 લાખ સહાય તરીકે આપવામાં આવી છે. બીજા 4.50 લાખ બીજા અઠવાડિયામાં આપવામાં આવશે, પરંતુ આ મૃતકો પર આપના ધારાસભ્ય રાજકારણ રમી રહ્યા છે. જેની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા છે અને આ રાજકીય સ્ટંટ કરે છે. એને સંસદે સખત શબ્દમાં વખોડી રહ્યા છે અને જે આ ઘટનાને લઈ રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે. તે બહુ દુઃખદ ઘટના ઘટી છે. બંને પરિવારને કઈ રીતે સાંત્વના આપવી અને મદદરૂપ થવું જોઈએ, જેની જગ્યાએ આ રાજકીય સ્વરૂપ આપી સરકારને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે.