December 11, 2024

નવસારીમાં ઉજવાયો 75મો વન મહોત્સવ, મંત્રી પ્રફુલ પાનસેરીયા રહ્યા હાજર

જીગર નાયક, નવસારીઃ જિલ્લામાં 75મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી ચીખલીમાં કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા.

ગ્લોબલ વોર્મિંગ દેશ અને દુનિયા માટે જ્યારે યક્ષ પ્રશ્ન બની ગયો છે. એવા સમયે વૃક્ષોનું મહત્વ વધી જતું હોય છે. નવા વૃક્ષોનું વાવેતર અને એનું જતન કરવા માટે આવા વન મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. જેવામાં આજે નવસારીમાં પણ 75મા વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જુદી જુદી યોજના હેઠળ 415 હેક્ટરમાં 11.50 લાખ જેટલા રોકાવાનું વાવેતર કરવામાં આવશે.