જામનગરમાં વનતારાની મુલાકાત મુંબઈ ઇન્ડિયન્સની ટીમ થઈ રવાના

Vantara: 2 દિવસ પહેલા જામનગરની મહેમાન મુંબઈ ઈન્ડિયન્સ બની હતી. વનતારાની મુલાકાત માટે સમયાંતરે મહાનુભાવો એક પછી એક આવી રહ્યા છે. 2 દિવસ પછી હવે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ રવાના થઈ છે. એરપોર્ટ પર ફેન્સને ઓટોગ્રાફ્સ આપ્યા છે. રોહિત શર્મા, પોલાર્ડ સહીતના ખેલાડીઓ જોવા મળ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સને લઈને ગુજરાત સરકારે બનાવ્યો માસ્ટરપ્લાન
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે લીધી વનતારાની મુલાકાત
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 2 દિવસ પહેલા જામનગરની મુલાકાત લીધી હતી. હવે આખરે ટીમ ફરી રવાના થઈ છે. તમામ ખેલાડીઓ જોવા મળ્યા હતા અને એરપોર્ટ પર ફેન્સને ઓટોગ્રાફ્સ આપી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે પહેલી મેચમાં મુંબઈની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. હવે બીજી મેચ આવતીકાલે અમદાવાદમાં રમાશે. હવે તે બીજી મેચ માટે પ્રેક્ટિસ કરશે.