થરાદ પોલીસની અસામાજિક તત્વો સામે લાલઆંખ, 4 આરોપીઓનું કરાયું રિકન્સ્ટ્રક્શન

Tharad: રાજ્યમાં સતત અસામાજીક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. જેને લઈને ગુજરાત પોલીસ એક્શનમોડમાં છે. આ વચ્ચે હવે થરાદ પોલીસે અસામાજિક તત્વો સામે લાલઆંખ કરી છે. બે દિવસ પહેલા આતંક મચાવનારાઓનું 4 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે.

મળતી માહિતી અનુસાર થરાદમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. અંદરો અંદરના વિવાદમાં બજાર વચ્ચે મારામારી કરી હતી. તેમજ મુખ્ય બજારનાં બસ સ્ટેશન નજીક શખ્સોએ ધમાલ મચાવી હતી. જોકે આ ઘટના બાદ થરાદ પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી હતી જે બાદ હવે રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનો પાઠ ભણાવ્યો છે.

આ પણ વાંચો: પાલનપુરમાં વ્યાજખોરોનો ત્રાસ! રકમ વસુલ્યા બાદ પણ વેપારીને ધમકી આપતા નોંધાઈ ફરિયાદ

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો હતો. જે બાદ ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર દ્નારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.