September 14, 2024

Kuno National Parkના વધુ એક નામિબિયન નર ચિત્તા ‘પવન’નું મોત

Cheetah Death in Kuno National Park: કુનો નેશનલ પાર્ક (Kuno National Park)માં મંગળવારે ચિત્તાના મોતના સમાચાર સામે આવ્યા હતા. વન વિભાગ તરફથી માહિતી મળી હતી કે નામીબિયન નર ચિત્તા ‘પવન’નું મૃત્યુ થયું છે. આ પહેલા 5 ઓગસ્ટે પણ આફ્રિકન ચિત્તા ‘ગામિની’ના પાંચ મહિનાના બચ્ચાનું મોત થયું હતું.

કુનો નેશનલ પાર્કમાં ‘પવન’ નામનો ચિત્તો મંગળવારે સવારે 10:30 વાગ્યે એક નહેર પાસેની ઝાડીઓમાંથી કોઈ હલચલ વગર મળી આવ્યો હતો. આ ઘટના અંગેની માહિતી વન્યજીવ વિભાગના અધિક મુખ્ય વન સંરક્ષક અને લાયન પ્રોજેક્ટના નિયામક ઉત્તમ શર્માની ઓફિસમાંથી બહાર પાડવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ જ્યારે ચિત્તાનો મૃતદેહ મળી આવ્યો ત્યારે દીપડાનું માથું પાણીની નીચે હતું. શરીર પર ક્યાંય પણ ઈજાના નિશાન જોવા મળ્યા નથી. મૃત્યુનું સંભવિત કારણ પ્રાથમિક તપાસમાં ડૂબી જવાથી માનવામાં આવી રહ્યું છે. જો કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સંપૂર્ણ માહિતી મળી શકશે. ‘પવન’ના મૃત્યુ પછી, કુનો નેશનલ પાર્કમાં હવે 24 દીપડા બચ્યા છે, જેમાં 12 પુખ્ત અને 12 બચ્ચા છે.