December 21, 2024

Most Dangerous Cyber Attacks: આ છે ઈતિહાસના સૌથી મોટા 5 સાયબર હુમલા!

Most Dangerous Cyber Attacks: આજકાલ સાયબર જગતમાં ‘હેકિંગ’ એક મોટો ખતરો બની ગયો છે. ઘણી વખત આ હેકિંગ એવડું મોટું પણ હોય છે કે જેનું પરિણામ આખી દુનિયાને મળે છે. આવો જાણીએ તમને પાંચ સૌથી મોટા સાયબર હુમલાઓ વિશે માહિતી આપીએ. જેણે સમગ્ર દુનિયાને હચમચાવી નાખ્યું હતું.

1. ઉત્તર કોરિયા હેક: સોની પિક્ચર્સ પર હુમલો (2014)
વર્ષ 2014માં ઉત્તર કોરિયાએ સોની પિક્ચર્સનો ડેટા હેક કરીને દુનિયાને હચમચાવી દીધી હતી. આ હુમલા પાછળ ઉત્તર કોરિયા સાથે જોડાયેલા ‘ગાર્ડિયન ઓફ પીસ’ નામના હેકિંગ જૂથનો હાથ હતો. જેમાં સોની પિક્ચર્સના તમામ કોમ્પ્યુટર અને સર્વર ડાઉન થઈ ગયા હતા. આ સાથે ઘણો મહત્વનો ડેટા પણ ચોરાઈ ગયો હતો.

2. WannaCry રેન્સમવેર એટેક (2017)
વર્ષ 2017 માં, WannaCry રેન્સમવેર હુમલાએ વિશ્વભરની કમ્પ્યુટર સિસ્ટમ્સ પર કબજો કર્યો હતો. આ હુમલામાં તો શાળાઓ, હોસ્પિટલો પર નિયંત્રણ મેળવી લીધું હતું. હેકર્સે પીડિતો પાસેથી ખંડણીની માંગણી કરી હતી. 150 દેશોમાં અબજો ડોલરનું નુકસાન થયું હતું.

3. ઇક્વિફેક્સ હેક (2017)
વર્ષ 2017માં અમેરિકન ક્રેડિટ રિપોર્ટિંગ એજન્સી ઇક્વિફેક્સનો ડેટા હેક કરવામાં આવ્યો હતો. આ હેકમાં 147 મિલિયન અમેરિકન નાગરિકોના અંગત ડેટાની ચોરી થયો હતો.

આ પણ વાંચો: Microsoftનું સર્વર ડાઉન થતાં હડકંપ, દુનિયાભરની બેન્કિંગ અને એવિએશન સેવાઓ પર અસર

4. નોટપેટ્યા રેન્સમવેર એટેક (2017)
વર્ષ 2017 માં, NotPetya રેન્સમવેર હુમલાએ વિશ્વભરની ઘણી કંપનીઓને હેક કરી લીધી હતી. આ હુમલાનો ઉદ્દેશ્ય ઉદ્યોગો અને મોટી કંપનીઓનો હોવાનો સામે આવ્યું હતું. આ સમયે પણ અબજો ડોલરનું નુકસાન થયું હતું.

5. ધ ટાર્ગેટ હેક (2013)
વર્ષ 2013માં અમેરિકન રિટેલ જાયન્ટ ટાર્ગેટનો ડેટા હેક કરવામાં આવ્યો હતો. 40 મિલિયન ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ નંબરની ચોરી થઈ હતી. આ એટેક એટલા માટે કયારે પણ નહીં ભૂલાય કેમ કે માં હેકર્સે ટાર્ગેટની સિસ્ટમમાં ઘૂસણખોરી કરવા માટે નવી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.