November 2, 2024

છૂટાછેડા બાદ નતાશાએ શેર કર્યો વીડિયો, નાનીના ઘરે અગસ્ત્યની એકલતા જોઈ કાળજું કંપી જશે

Hardik Natasa Divorce: નતાશા સ્ટેનકોવિક હાલમાં ભારતીય ક્રિકેટ સ્ટાર હાર્દિક પંડયા સાથે લગ્ન તૂટવાના કારણે ચર્ચામાં છે. નતાશા અને હાર્દિક પંડ્યા અલગ થઈ ગયા છે અને અભિનેત્રીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે. છૂટાછેડાની જાહેરાતના લગભગ 15 કલાક બાદ નતાશાએ સોશિયલ મીડિયા પર ચાહકોને પુત્ર અગસ્ત્ય પંડ્યાની ઝલક શેર કરી છે.

નતાશા સ્ટેનકોવિક હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહી છે. વાસ્તવમાં, ગત દિવસોમાં તેમણે અને હાર્દિક પંડયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાના છૂટાછેડાના સમાચારની સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારે, હવે નતાશાએ છૂટાછેડાની જાહેરાત બાદ બે પોસ્ટ શેર કરી છે. પહેલી પોસ્ટમાં નતાશા દીકરા અગસ્ત્ય હાર્દિક પંડયાની ઝલક બતાવી છે.

એકલો-એકલો રમતો જોવા મળ્યો અગસ્ત્ય
નતાશાએ તેના દીકરા અગસ્ત્યનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બોલ સાથે એકલો એકલો રમતો જોવા મળે છે. રમત રમતા બોલ ઝાડ નીચે જતો રહે છે. જો કે, થોડીવારમાં ટે બોલ શોધી કાઢે છે. નતાશા આનો વીડિયો ઉતારી રહી છે અને પૂછે છે કે શું તેને વાગ્યું છે? તો માસૂમ અગસ્ત્ય કહે છે – ના, ધૂળ… અને તેના હાથ પરની ધૂળ બતાવે છે.

નતાશાએ એક લાંબી નોટ શેર કરીને છૂટાછેડાની કરી હતી જાહેરાત
તમને જણાવી દઈએ કે નતાશાએ સોશિયલ મીડિયા પર એક લાંબી નોટ શેર કરીને કહ્યું છે કે તે હાર્દિકથી અલગ થઈ રહી છે. જો કે તેણે આ પોસ્ટનો કોમેન્ટ સેક્શન બંધ કરી દીધો છે. વાસ્તવમાં, છેલ્લા ઘણા સમયથી, નતાશાને હાર્દિક સાથેના છૂટાછેડાના સમાચારને લઈને ટીકાઓ સાંભળવી પડી હતી અને આવી સ્થિતિમાં, આવી ટિપ્પણીઓથી બચવા માટે, તેણે પોસ્ટનો ટિપ્પણી વિભાગ બંધ કરી દીધો છે.