March 15, 2025

ઉનાળાની સિઝનમાં મચ્છરોને કેવી રીતે રાખશો ઘરથી દૂર? આ રહ્યા ઉપાય

Mosquito: ઉનાળાની સિઝન આવતાની સાથે મચ્છરોનો આતંક વધવા લાગે છે. દિવસ પૂરો થતાં મચ્છર ઘરમાં પ્રવેશ કરે છે અને પછી માથે ગણગણાટ કરવા લાગે છે. આજે અમે તમારા માટે થોડી ટીપ્સ જણાવીશું જેની મદદથી તમે મચ્છરને દૂર કરી શકો છો.

આ પણ વાંચો: RTE પ્રવેશ માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ

મચ્છર રિફિલ કેવી રીતે બનાવવું
મચ્છર ભગાડવા માટે તમારે નાળિયેર તેલ લેવાનું રહેશે. તેમાં તમારા કપૂરના કેટલાક ટુકડા નાંખવાના રહેશે. આ બંને મિક્સ કરીને તમારે રિફિલમાં નાંખવાનું રહેશે. હવે તેને સારી રીતે હલાવો અને ફરીથી બંધ કરી દો. આ તેલને તમારે મચ્છર ભગાડનાર મશીનમાં નાંખવાનું રહેશે. નાળિયેર તેલ અને કપૂર તમારા રુમમાં મચ્છરોને આવવા દેશે નહીં. બીજો ઉપાય એ છે કે લીમડો કે લીમડાનું તેલ મચ્છરોને ભગાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો.