મોરબીમાં કેન્સરની નિઃશુલ્ક હોસ્પિટલની શરૂઆત, આયુર્વેદિક પદ્ધતિથી સારવાર
ડેનિસ દવે, મોરબીઃ સમગ્ર વિશ્વમાં કેન્સરના દર્દીઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાનગી હોસ્પિટલમાં કેન્સરની સારવાર પણ ખૂબ જ મોંઘી હોય છે. ત્યારે અનેક એવી સંસ્થાઓ દ્વારા આ સારવાર આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવતી હોય છે. જેમાં ગુજરાતના ઘણાં દર્દીઓ ઉત્તરાખંડ, હિમાચલમાં આયુર્વેદિક સારવાર માટે જતા હોય છે. જેમાં હવે મોરબીમાં હિમાચલમાં થતી આયુર્વેદિક પદ્ધતિની સારવાર માટે નિઃશુલ્ક હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભીખાજી ઠાકોરની ચૂંટણી ન લડવાની જાહેરાત, 15 મિનિટમાં જ FB પોસ્ટ ડિલીટ
મોરબીના જડેશ્વર મહાદેવ મંદિર નજીક આદેશ બાપુના આશ્રમ ખાતે હાલમાં કેન્સર આયુર્વેદિક હેલ્પ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને તમામ સારવાર નિઃશુલ્ક આપવામાં આવે છે. તેમજ દર્દીઓની સાથે આવેલા તમામ સગા-વ્હાલાઓને પણ જમવાની અને રહેવાની સુવિધા પણ નિઃશુલ્ક કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ વડોદરાના સાંસદ અને BJP ઉમેદવાર રંજન ભટ્ટનો ચૂંટણી લડવાથી ઇનકાર
આ સેવાકીય કાર્યમાં મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા રામ રસોડાનો આજીવન ખર્ચ ઉપાડી લેવામાં આવ્યો છે. તેમજ અન્ય દાતાઓ દ્વારા દવા અંગેનો ખર્ચ પણ ઉઠાવી લેવામાં આવ્યો છે. આ બધાની સેવા મળીને દર્દીઓને સારી સુવિધા સાથે સારી સારવાર તદન નિઃશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી છે.