June 27, 2024

વિશ્વનાથના દર્શન બાદ દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા PM મોદી, CM યોગી સાથે કરી ગંગા આરતી

PM Modi Varanasi Visit : ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી મંગળવારે (18 જૂન) પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. અહીં પીએમ મોદી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પીએમ મોદી 18 જૂને તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ખેડૂત સંમેલનને સંબોધિત કરી હતી. આ સમય દરમિયાન, પ્રધાનમંત્રી દેશના 9.60 કરોડ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તા હેઠળ 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કર્યાં હતા. ભાજપના જિલ્લા એકમના મીડિયા પ્રભારી અરવિંદ મિશ્રાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ તેમના વિસ્તારના મતદારોનો આભાર વ્યક્ત કરવા મંગળવારે કાશી આવ્યા છે.

પીએમ મોદીએ કરી પૂજા
પીએમ મોદી રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ સાથે દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરી રહ્યા છે.

PMએ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર પૂજા કરી હતી. તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અહીં હાજર રહ્યાં હતા.

પીએમ મોદી ગંગા આરતી માટે પહોંચ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પહોંચ્યા. અહીં પીએમ ગંગા આરતી કરી રહ્યા છે.

‘3 કરોડ નવા મકાનો બનાવવાનો સંકલ્પ સરકાર બનતાની સાથે જ પૂર્ણ થયો’
પીએમ મોદીએ કહ્યું, “હું તમારા સપના અને તમારા સંકલ્પોને સાકાર કરવા માટે દિવસ-રાત મહેનત કરીશ. મેં ખેડૂતો, યુવાનો, મહિલાઓ અને ગરીબોને વિકસિત ભારતના મજબૂત સ્તંભ તરીકે ગણ્યા છે, જ્યારે સરકાર બની ત્યારે પહેલો નિર્ણય ખેડૂતો અને ગરીબ પરિવારોને લગતો હતો. દેશભરમાં ગરીબ પરિવારો માટે 3 કરોડ નવા મકાનો બનાવવાની વાત હોય કે પછી પીએમ કિસાન સન્માન નિધિને આગળ વધારવાનો, આજનો કાર્યક્રમ કરોડો લોકોને મદદ કરશે અને તે વિકસિત ભારતના આ માર્ગને પણ મજબૂત કરશે.”