July 4, 2024

MIનું સપનું તૂટ્યું, RCB હવે ફાઈનલમાં ફિક્સ થઈ ગઈ!

અમદાવાદ: વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈને પાંચ રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. જેની સામે ટકી શકવામાં મુંબઈની ટીમને રીતસરનો પરસેવો વળી ગયો હતો. મુંબઈ 6 વિકેટના નુકસાન પર 130 રન જ બનાવી શકી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈની શરૂઆત સારી રહી હતી. પણ પછી મેચનું પાસું પલટી ગયું હતું. જેના કારણે RCBની ટીમ સુરક્ષિત મુવઓ કરી શકી હતી.

પાટીલે અપાવી પહેલી સફળતા
શ્રેયંકા પાટીલે આરસીબીને પ્રથમ સફળતા અપાવી. હેલી મેથ્યુસને આઉટ કરીને મુંબઈને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી એલિસ પેરીએ યાસ્તિકાને ક્લીન બોલિંગ કરીને વધુ એક ઝટકો આપ્યો હતો. નેટ સિવર બ્રન્ટે 23 રનની ઈનિંગ રમી હતી. તે જ સમયે, અમેલિયા કેર અને કેપ્ટન હરમનપ્રીત કૌર વચ્ચે હાફ સેન્ચુરીની ભાગીદારી થઈ હતી. જોકે, શ્રેયંકાએ હરમનપ્રીત કૌરને આઉટ કરીને આ પાર્ટનરશીપ તોડી અને RCBને મેચમાં પાછી લાવી. અમેલિયા કેર 27 રન બનાવીને અણનમ રહી હતી. જોકે, થોડા સમય માટે મેચ રસાકસી ભરી બની હતી. અગાઉ, એલિસ પેરીએ આરસીબી માટે શાનદાર બેટિંગ કરી હતી અને 66 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં મુંબઈ તરફથી હેલી મેથ્યુસ અને નેટ સાયવર બ્રન્ટે બે-બે વિકેટ લીધી હતી.

અંતિમ તબક્કામાં ટુર્નામેન્ટ
જોકે, હવે સમગ્ર ટુર્નામેન્ટ અંતિમ તબક્કામાં પહોંચી છે. જોવાનું એ રહે છે કે, આ વખતે વીમેન્સ ટુર્નામેન્ટમાં ચેમ્પિયનનો ટેગ કઈ ટીમને લાગે છે. અત્યાર સુધીના પર્ફોમન્સમાં જોઈએ તો RCB ટીમે સારૂ એવું પર્ફોમ કર્યું છે. જોકે, આ પહેલાની ત્રણેય મેચથી એ અપેક્ષિત હતું કે, આ ટીમ છેલ્લા તબક્કા સુધી ટકી શકે એમ છે. અંતે એવું જ થયું પણ મુંબઈની ટીમને માથું નીચું રાખી બહાર જવું પડ્યું

આ ખેલાડીઓ
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11: હેલી મેથ્યુસ, યાસ્તિકા ભાટિયા, નેટ સાયવર બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), એમેલિયા કેર, અમનજોત કૌર, પૂજા વસ્ત્રાકર, એસ સજના, હુમૈરા કાઝી, શબનમ ઈસ્માઈલ, સાયકા ઈશાક. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ 11: સ્મૃતિ મંધાના, સોફી મોલિનક્સ, એલિસા પેરી, સોફી ડિવાઈન, રિચા ઘોષ, જ્યોર્જિયા વેરહેમ, દિશા કેસેટ, શ્રેયંકા પાટિલ, આશા શોભના, શ્રદ્વા પોખરકર, રેણુકા ઠાકુર સિંહ.