June 23, 2024

Bikanerમાં પારો 47 ડિગ્રીને પાર, BSF જવાને ગરમ રેતી પર પાપડ શેક્યો

બિકાનેર: આ દિવસોમાં દેશમાં ભારે ગરમી પડી રહી છે. ઘણી જગ્યાએ તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. સ્થિતિ એવી છે કે ગરમીના કારણે લોકોની હાલત દયનીય છે. આવી સ્થિતિમાં રાજસ્થાનમાંથી એક ફોટો સામે આવ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો.

બીકાનેરમાં બીએસએફ જવાનોએ રેતી પર પાપડ શેક્યા છે તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે બિકાનેરમાં કેવી ગરમી પડી રહી છે. ફોટામાં જોઈ શકાય છે કે કેવી રીતે પ્રતિકૂળ સંજોગોમાં આપણા સૈનિકો આપણા દેશની સરહદોની સુરક્ષામાં લાગેલા છે. એક તરફ લોકો ગરમીથી રાહત મેળવવા એસી અને કુલરનો સહારો લઈ રહ્યા છે તો બીજી તરફ દેશની સરહદો પર તૈનાત આપણા જવાનો આ કાળઝાળ ગરમીમાં દિવસ-રાત સતર્ક રહે છે, જેથી આપણે સુરક્ષિત રહી શકીએ.

આ વાયરલ ફોટો બિકાનેરના ખાજુવાલા પાસે પાકિસ્તાન બોર્ડરનો હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યનું સૌથી ગરમ શહેર બિકાનેર છે. કાળઝાળ ગરમીમાં પણ સૈનિકો રેતાળ રણમાં દેશની રક્ષા માટે ઉભા છે. દરમિયાન, સૈનિકોએ રેતી પર પાપડ શેક્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી, યુપી અને રાજસ્થાન, સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રેડ એલર્ટ આપ્યું છે. સૂકા પવને કારણે આગામી પાંચ દિવસ ભારે ગરમી પડશે.