June 16, 2024

સ્મોકી પાન ખાધા બાદ બાળકીના પેટમાં થયું કાણું, માંડ બચાવ્યો જીવ

કર્ણાટક: આજના સમયમાં માર્કેટમાં અવનવી વસ્તુઓ આવી રહી છે. લોકો કોઈ પણ વસ્તુઓની માહિતી લીધા વગર આરોગી લેતા હોય છે. પરંતુ તમારી આવી બેદરકારી તમને ભારી પડી શકે છે. કારણ કે કર્ણાટકના બેંગલુરુમાં એવો કિસ્સો સામે આવ્યો છે જેને વાંચીને તમે ચોંકી જશો.

પેટમાં કાણું પડી ગયું
કર્ણાટકમાં આવેલા બેંગલુરુમાં 12 વર્ષની બાળકીએ સ્મોકી પાન ખાધું હતું. ત્યારબાદ તેને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડી ગયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ડોક્ટરને તપાસ કરતા ખબર પડી કે બાળકીના પેટમાં કાણું પડી ગયું છે. ત્યારબાદ બાળકીના પેટનો ચેપગ્રસ્ત ભાગ બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ બાળકીને રજા આપી દેવામાં આવી છે અને તે અત્યારે સ્વસ્થ છે.

આ પણ વાંચો: હીટ સ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય?

આ પાન ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર થાય છે ?
તકનીકી રીતે આ કોલ્ડ બર્ન કહેવામાં આવે છે. કોલ્ડ બર્નને કારણે પેશીઓને ભારે નુકસાન થાય છે. જેને કારણે તમારી ત્વચાની સાથે આંખોને પણ નુકશાન થાય છે. જો તમે તે પાન ખાવ છો તો તમારે લગભગ 1500 ml ગેસ બહાર કાઢવો પડશે. જે તમારા શરીરને ખુબ નુકશાન પહોંચાડે છે. આ સાથે તમારા જીવનું જોખમ પણ વધારે થઈ શકે છે. તમિલનાડુના આરોગ્ય વિભાગે જાહેર કરેલી માહિતી પ્રમાણે ખાદ્ય ચીજવસ્તુઓમાં નાઇટ્રોજનને સંપૂર્ણપણે દુર રાખવું જોઈએ. કર્ણાટકના દાવાનગેરેમાં એક પ્રદર્શનમાં ‘સ્મોક્ડ બિસ્કિટ’ ખાધા બાદ એક છોકરો બીમાર પડતાં આ સૂચના જાહેર કરવામાં આવી હતી.