December 13, 2024

જો તમને માથામાં ખોડો જતો નથી તો આ આયુર્વેદિક વસ્તુઓ લગાવો

Reduce Dandruff: ડેન્ડ્રફ એક સામાન્ય સમસ્યા છે. પરંતુ તે તમારા વાળને વધતા અટકાવી દે છે. આ સાથે તમારા વાળને નબળા પાડી દે છે. જો તમે તેનાથી છુટકારો મેળવવા માંગો છો. તો તમે આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરીને તેને દુર કરી શકો છો. ડેન્ડ્રફની સમસ્યા દરેક સિઝનમાં થાય છે. જો તેનું ખાસ ધ્યાન રાખવામાં ના આવે તો આગળ જઈને વાળને લગતી બીજી સમસ્યા થઈ શકે છે.

બાહેડાનો ઉપયોગ કરો
જો ડેન્ડ્રફની સમસ્યા તમને વધી રહી છે તો તમે બહેડાનો ઉપયોગ કરી શકો છે. તે તમારા વાળ માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ડેન્ડ્રફને મૂળમાંથી દૂર કરવા માટે બાહેડા બેસ્ટ છે.

લીમડો
લીમડો એક એવી જડીબુટ્ટી છે જે ત્વચાથી લઈને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીમડાથી તમે તમારા વાળની સમસ્યાને દુર કરી શકો છો. વાળ ખરવાથી લઈને ડેન્ડ્રફથી તમે છૂટકારો લીમડો લગાવીને મેળવી શકો છો. લીમડાના પાંદડાને ઉકાળીને તમે તેના પાણીથી વાળને ધોઈ શકો છો. અઠવાડિયામાં આવું 4 વખત કરવાથી તમારી સમસ્યા ચોક્કસ દુર થશે.

આ પણ વાંચો: ઉનાળામાં ખવાતા આ 3 ફળને વધારે પ્રમાણમાં ખાવાથી સ્વાસ્થ્યને થશે નુકસાન

મેથી
મેથી માત્ર ડાયાબિટીસની સાથે વાળની સમસ્યાને દુર કરવા માટે પણ ફાયદાકારક છે. વાળમાં ડેન્ડ્રફ કે અન્ય કોઈ સમસ્યા હોય તો તમે મેથીનો ઉપયોગ કરી શકો છો. મેથીની પેસ્ટ બનાવીને અઠવાડિયમાં 3થી4 વાર નાંખો.