આ તેલથી પગના તળિયાને કરો માલિશ, શરીરની સાથે આંખનો થાક પણ થશે દૂર
Sesame Oil Foot Massage Benefits: માલિશ કરવા વિશે તમે જાણતા હશો પરંતુ તેના ફાયદા વિશે જાણો છો? અથવા તો તમને તે માહિતી છે કે કયા તેલથી તમે માલિશ કરશો તો સારું રહેશે. ગના તળિયાની માલિશ કરવાથી દિવસભરનો થાક, અનિદ્રા, તણાવ જેવી સમસ્યામાંથી રાહત મળે છે. આવો જાણીએ કે કયા તેલથી માલિશ કરશો.
આ પણ વાંચો: આ ફેસ પેકને શિયાળામાં ત્વચા પર લગાવો, ચામડી થશે મુલાયમ
તલનું તેલ ‘તેલોનો રાજા’
આખો દિવસ આપણે કામ કરીએ છીએ. આ પછી થાક લાગે છે. જેના કારણે શરીર દુખવા લાગે છે. રોજ તમારે તલના તેલનું માલિશ કરવાનું રહેશે. જેના કારણે શરીરમાં રહેલો તણાવ ઓછો થાય છે. આંખોનો દુખાવો હશે તો પણ તે દૂર થશે. પગના તેલ ઉપર જો તલના તેલનું માલિશ કરવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકો છો. તલના તેલથી માલિશ કરવાથી મેન ફાયદો એ પણ છે કે શાંતિપૂર્ણ ઊંઘ પણ આવે છે.