ચારિત્ર્ય પર શંકા કરી પતિએ પત્ની પર કર્યો જીવલેણ હુમલો, પતિની પોલીસે કરી ધરપકડ
મિહિર સોની, અમદાવાદ: ઓઢવમાં પરિણીતા ચારિત્ર્ય પર શંકા રાખી ને પતિ એ પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. પતિએ લોખંડના સળિયાના ફટકા મારીને પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્નીને હોસ્પિટલમાં લઇ જતા હેમરેજ થયું હોવાનું સામે આવ્યુ છે. આ અંગે પત્નીના ભાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં શખ્સ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે પતિની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો
ઓઢવ પોલીસની ગીરફતમાં રહેલ કનુ માછીએ પોતાની પત્ની સાધના પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો છે. આરોપી પતિ કનુને પોતાની પત્ની સાધના નોકરી કરે છે. ત્યાં કોઈ યુવક સાથે સબંધ હોવાની શંકાના આધારે હુમલો કર્યો. બુધવારે બપોરના સમયે સાધનાબેન વેપારી મહામંડળ ખાતે આવેલ મિલમાં કામ કરતા હતા. તે સમયે પતિ કનુ ત્યાં જઇને ઝઘડો કર્યો હતો. બાદમાં લોખંડના સળિયાના બે-ત્રણ ફટકા મારતા સાધનાબેન લોહિલુહાણ થઇ ગયા હતા. તેમજ બેભાન થઇને ઢળી પડ્યા હતા. જેથી આસપાસના લોકો અને તેમની બહેન મધુએ સાધનાબેનને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયા હતા. જેમાં તેમને હેમરેજ થયુ હોવાનું સામે આવ્યુ હતું. બાદમાં સાધના બેન ની મોટી બહેન ગુનો નોંધાવતા આરોપી કનુની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દ્વારકાધીશના કર્યા દર્શન
હુમલો કર્યો હોવાની કબૂલાત કરી
ઇજગ્રસ્ત રહેલ સાધનાબેને પહેલા પતિ સાથે આઠ વર્ષ પહેલા છુટાછેડા લીધા હતા. જે બાદ બે વર્ષ પહેલા કનુભાઇ માછી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બાદમાં બંને ઓઢવમાં ભાડેથી રહેતા હતા. જેમાં પતિ કનુ રિક્ષા ચલાવે છે અને સાધના છૂટક મજૂરી કરે છે. ત્યારે આરોપી પતિ કનુના એક વખત છૂટાછેડા થઈ ચૂક્યા છે. કનુ એ સાધના સાથે લગ્ન કર્યા બાદ તેના પર ચારિત્ર્યની શંકા રાખીને અવાર નવાર ઝઘડો કરતો હતો. આરોપી કનુની પૂછપરછ કરતા પત્ની અન્ય યુવક સાથે સંબંધ ધરાવતી હોવાની શંકા રાખીને હુમલો કર્યો હોવાની કબૂલાત કરી છે.