December 4, 2024

ઘરે ઓછી સામગ્રીમાં બનાવો હેલ્ધી નટ્સ કેક

Healthy Nutty Cake: આપણા ઘરમાં જમવાની શરૂઆત અને અંતની વચ્ચે મીઠાઈને ક્યાંકને ક્યાંક તો જગ્યા આપવામાં આવી છે. હાલ ડાયાબિટીશની બિમારીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લોકો શુગર ફ્રી વસ્તુઓ ખાવા તરફ વળ્યા છે. તેમ છતાં પણ જો તમને સ્વીટ ખાવાની ઈચ્છા થતી હોય તો આજે અમે તમારા માટે શુગર ફ્રી સ્વીટની રેસીપી લઈને આવ્યા છીએ. આજે આપણે હેલ્ધી નટ્સ કેક બનાવીશું.

સામગ્રી
દહીં
ઘઉંનો લોટ
ઓલિવ ઓઈલ
વેનીલા એસેન્સ
દૂધ
બેકિંગ પાવડર
સમારેલી બદામ
સ્વાદ માટે થોડો ગોળ

રીતે
સૌથી પહેલા એક બાઉલમાં ઘઉંનો લોટ અને બેકિંગ પાવડર મિક્સ કરીને બાજુ પર રાખો. હવે એક બાઉલમાં દહીં, ગોળ અને તેલ નાખીને બરાબર મિક્સ કરી લો. તેમાં વેનીલા એસેન્સ અને દૂધ પણ નાખો. તૈયાર મિશ્રણને ઘઉંના લોટમાં મિક્સ કરો અને સ્મૂધ બેટર તૈયાર કરો. બેકિંગ ટ્રેને બટર પેપરથી ગ્રીસ કરો અને તેમાં બેટર ટ્રાન્સફર કરો. તેની ઉપર ઝીણી સમારેલી બદામ છાંટવી. લગભગ 30થી 35 મિનિટ માટે 180 ડિગ્રી પ્રી-હીટ પર બેક કરો.

આ પણ વાંચો: તમારા સ્વાસ્થ્ય માટે શું સારું, પનીર કે ટોફૂ?

શુગર ફ્રીના ફાયદા
કોરોના બાદ લોકોમાં વજન વધારાની સમસ્યાઓ પણ વધી રહી છે. શુગર શરીર વધારા પાછળ પણ જવાબદાર કારણ છે. આથી લોકો ધીરે ધીરે શુગર ફ્રી વસ્તુઓ તરફ વળ્યા છે. અમે તમારા માટે શુગર ફ્રી અનેક રેસીપીઓ લઈને આવ્યા છીએ. જેને તમે ઘરે ખુબ જ ઓછી સામગ્રીમાં અને સરળતાથી બનાવી શકો છો. આ તમામ વાનગીઓ શરીરમાટે ફાયદાકારક અને હેલ્ધી રહેશે.