મહાકુંભ મેળામાં લાગી આગ, અનેક પંડાલ બળીને ખાખ
Mahakumbh 2025: પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ધુમાડાના વાદળો દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. પંડાલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે આગને કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયાની પણ ચર્ચા છે. જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ એક મોટી આગ હતી પરંતુ ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે તરત જ આગ પર કાબૂ મેળવામાં સફળતા મળી.
#WATCH | Prayagraj, Uttar Pradesh | A fire breaks out at the #MahaKumbhMela2025. Fire tenders are present at the spot.
More details awaited. pic.twitter.com/dtCCLeVIlN
— ANI (@ANI) January 19, 2025
આ પણ વાંચો: માં અંબાને નિવૃત્ત શિક્ષક અને શિક્ષિકા તરફથી 100 ગ્રામ સોનાના હારની ભેટ
ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો
પ્રયાગરાજના મહાકુંભ મેળા વિસ્તારમાં આજે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મેળા વિસ્તારમાં દૂર-દૂર સુધી ધુમાડા જોવા મળી રહ્યા છે. સ્થળ પર હાજર ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. સારી વાત તો એ છે કે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. એક માહિતી પ્રમાણે આગ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર 19માં લાગી હતી. ફાયરની ચાર ગાડીઓએ આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું. થોડી જ વારમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.