આ ખેલાડીને મળશે લખનૌ સુપર જાયન્ટ્સની કમાન?

IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટનની જાહેરાત સોમવારે થઈ શકે છે. સોમવારે કોલકાતામાં RPSG હેડ ક્વાર્ટરમાં એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં તેના કેપ્ટનનું નામ જાહેર કરશે. જોકે ટીમની કમાન કોને સોંપવામાં આવશે તે લગભગ નક્કી જ છે. કારણ કે હરાજીમાં સૌથી વધારે LSGએ 27 કરોડ રૂપિયા ચૂકવીને પંતને ટીમમાં સામેલ કર્યો હતો.
🚨 CAPTAIN RISHABH PANT. 🚨
– Pant set to be named as the LSG skipper for IPL 2025. (Espncricinfo). pic.twitter.com/7SqKNAaXtY
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2025
આ પણ વાંચો: શિયાળામાં કેસરવાળું દૂધ પિવાના ફાયદાઓ વિશે જાણો છો? જાણીને ચોંકી જશો
પંત સંભાળશે ટીમની કમાન
પંત માટે આ બીજી હશે જ્યાં તે આઈપીએલમાં કપ્તાની કરતો જોવા મળશે. આ પહેલા તેણે દિલ્હીની ટીમની કમાન સંભાળી હતી. જોકે દિલ્હીની ટીમમાં તેણે કમાન સંભાળીને કંઈ ખાસ પ્રદર્શન કર્યું ના હતું. દિલ્હીની ટીમ મેનેજમેન્ટ તેને સાથે રાખવા માંગતી હતી. પરંતુ તેવું લાગી રહ્યું ના હતું કે દિલ્હીની ટીમ પંતને ટીમની કમાન સોંપવા માટે પ્રતિબદ્ધ હતી.