February 15, 2025

મોરોક્કો 2030 ફિફા વર્લ્ડ કપ પહેલા 3 મિલિયન રખડતા કૂતરાઓને મારી નાખવામાં આવશે?

Morocco to cull 3 million stray dogs: ફિફા વર્લ્ડ કપ વર્ષ 2024 ઉઝબેકિસ્તાનમાં યોજાયો હતો. હવે વર્ષ 2030માં તેનું આયોજન મોરોક્કો, સ્પેન અને પોર્ટુગલમાં થશે. મોરોક્કો 2030 ફિફા વર્લ્ડ કપની યજમાની પહેલા 30 લાખ જેટલા રખડતા કૂતરાઓને મારી નાંખવામાં આવશે તેવો અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ફૂટબોલ ચાહકો માટે દેશના શહેરોને વધુ સારા બનાવવા માટે શેરીઓમાંથી કૂતરાઓને દૂર કરી શકાય છે. પરંતુ મોરોક્કોની યોજનાની હવે વિશ્વભરના પ્રાણી કલ્યાણ સંસ્થાઓ અને કાર્યકરો દ્વારા ખૂબ ટીકા કરવામાં આવી છે.

આ પણ વાંચો: દૂધની જગ્યાએ ઈંડાની બળી વેચતા ફેરીયાનો વીડિયો આવ્યો સામે, જોઈને ચોંકી જશો

મોરોક્કોનું કદરૂપું રહસ્ય
ફિફાને લખેલા એક પત્રમાં જેન ગુડૉલે આ યોજના હેઠળ ઉપયોગમાં લેવાતી ક્રૂર અને અમાનવીય પદ્ધતિઓની સખત નિંદા કરી હતી. જો કૂતરાઓની હત્યા ચાલુ રહેશે તો મોરોક્કોમાં યોજાનારી ફિફા ટુર્નામેન્ટને સ્થગિત કરી દેવી જોઈએ. ફિફાએ હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. મોરોક્કો સ્પેન અને પોર્ટુગલ સાથે 2030 FIFA વર્લ્ડ કપનું સહ-યજમાન કરશે. આ ઇવેન્ટમાં ત્રણેય રાષ્ટ્રો વચ્ચે મેચો રમાશે. જે મોરોક્કો માટે પ્રથમ વખત વર્લ્ડ કપની સહ-યજમાની તરીકે ચિહ્નિત થશે.