December 22, 2024

ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામેલ ખેડૂતને પોલીસે મોકલ્યું’ શાંતિ ભંગ’ કરવાની નોટિસ

Uttar Pradesh: ત્રણ વર્ષ પહેલા મૃત્યુ પામેલ એક ખેડૂતથી રહીમાબાદ પોલીસને શાંતિ ભંગ થવાનો ખતરો છે. પોલીસે આ મરી ચૂકેલા ખેડૂતને આરોપી બનાવીને નોટિસ ફટકારી અને રિપોર્ટ પણ કોર્ટમાં જમા કરાવી દીધો. મામલાનો ખુલાસો થયો તો પોલીસે પરિવારના લોકોને જ ચૂપ કરાવી દીધા.

લખનઉ કમિશનરેટ પોલીસની મોટી બેદરકારી સામે આવી છે. ત્રણ વર્ષ પહેલા મરી ગયેલા એક શખ્સને પોલીસે શાંતિ ભંગ કરવાને લઈને ચલણ મોકલી દીધું અને તેને લઈને કોર્ટમાં તેનો રિપોર્ટ પણ આપ્યો. જ્યારે પરિવારના લોકોને આ વાતનો ખ્યાલ આવ્યો તો તેમણે ઉચ્ચ અધિકારીઓને આ વાતને લઈને ફરિયાદ કરી. ત્યાર બાદ ઇન્સ્પેકટરે સ્ટેશન ઇન્ચાર્જ વિરુદ્ધ રિપોર્ટ અધિકારીઓને મોકલી આપી.

મામલો માલિહાબાદ તાલુકા વિસ્તારના રહીમાબાદ પોલીસ સ્ટેશનનો છે. રહીમાબાદ પોલીસ વિસ્તારના ગહદો ખગેશ્વર ખેડા ગામના રહેવાસી મૈકૂ (65 વર્ષ)નું મોત 26 જુલાઇ 2021ના રોજ થઈ ગયું હતું. પોલીસ તાજેતરમાં મૈકૂ વિરુદ્ધ શાંતિ ભંગ કરવાને લઈને સમન્સ પાઠવી દીધું અને કોર્ટમાં હાજર થવાની નોટિસ આપી દીધી. પરિવારના લોકોને જ્યારે નોટિસ મળી તો તેઓ હેબતાઈ ગયા. પરિવારના લોકોએ મૈકૂના મોતની જાણકારી આપી પરંતુ કોઈ મેલ પડ્યો નહિ. ત્યારબાદ, પરિવારના લોકોએ ઇન્સ્પેકટરને મળીને સમગ્ર વાત કરી. ત્યારબાદ, ઇન્સ્પેકટરે નોટિસ ફટકારનાર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સામે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું.

આ પણ વાંચો: જનતાને અટલજી કરતાં પીએમ મોદી પર વધારે વિશ્વાસ: જમ્મુ કાશ્મીરમાં બોલ્યા અનુરાગ ઠાકુર

મૈકૂના ભાઈ લેખરામના જણાવ્યા અનુસાર પોલીસ તરફથી 29 જુલાઈના રોજ નોટિસ મળી હતી. જેમાં મૈકૂને કોર્ટમાં હાજર થવાનો આદેશ કરાયો હતો. લેખરામના જણાવ્યા અનુસાર, મૈકૂના મોતના ત્રણ વર્ષ પછી નોટિસ આવી ત્યારે પરિવારના સભ્યો હેબતાઈ ગયા. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ કરણ સિંહે મૈકૂ વિરુદ્ધ રિપોર્ટ તૈયાર કરીને તેને 9 જુલાઈ, 2024ના રોજ કોર્ટમાં મોકલ્યો હતો. ત્યારબાદ, નોટિસ આપવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના વડા અનુભવ સિંહે કહ્યું કે પરિવારની વાંધા અરજીના આધારે સંબંધિત સ્ટેશન ઇન્ચાર્જ વિરુદ્ધ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે અને અધિકારીઓને મોકલી દેવામાં આવ્યો છે.