October 5, 2024

અંબાલાલ પટેલની આગાહી – ગુજરાત પર ફરીથી આવશે વરસાદી સંકટ

ગાંધીનગરઃ છેલ્લા ઘણાં સમયથી ગુજરાતનું હવામાન ઘણું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ગુજરાતમાં હજુ 3 દિવસ મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે, ‘બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનવાનું શરુ થઈ ગયું છે. વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે. ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે. જો આ ડિપ ડિપ્રેશન ગુજરાત સુધી આવે તો ગુજરાત પર પણ ફરીથી વરસાદી સંકટ આવશે. સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે.’

વરસાદની આગાહી અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘ડિપ્રેશનના કારણે 13થી 15 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. ચીનમાં આવેલા વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળવાની છે. 12-13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં પૂર્વ ગુજરાત,પંચમહાલ સહિતમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડવાની આગાહી છે.’