November 22, 2024

વોટિંગ શરૂ થતાં જ PM Modiએ મતદારોને મોકલ્યો ખાસ સંદેશ

Lok Sabha Elections 2024: લોકસભાનું સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. મતદાનની શરૂઆત થાય તે પહેલા પ્રધાનમંત્રી મોદીએ X પર પોસ્ટ કરીને મતદારોને ખાસ સંદેશ આપ્યો છે.

મતદાન કરવાની અપીલ કરી
મતદાન પહેલા વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે ‘લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે મતદાન થવાનું છે. હું આ તબક્કાના તમામ મતદારોને લોકશાહીના આ મહાન તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરું છું. મને વિશ્વાસ છે કે આપણા યુવા અને મહિલા મતદારો રેકોર્ડ સાથે મતદાન કરશે. આપણે સાથે મળીને લોકશાહીને વધુ ગતિશીલ બનાવીએ. તમને જણાવી દઈએ કે મોદી ત્રીજી વખણ વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે.

મતદાન થઈ રહ્યું છે
લોકસભા ચૂંટણીના 7માં અને છેલ્લા તબક્કાના મતદાનની શરૂઆત થઈ ગઈ છે. આજે 7 રાજ્યોની 57 સીટો પર મતદાન થઈ રહ્યું છે. પંજાબની તમામ 13 લોકસભા બેઠકો, ચંદીગઢ, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, ઓડિશાની 6 અને પશ્ચિમ બંગાળની 9, ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ઓડિશાની બાકીની 42 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી અને હિમાચલ પ્રદેશની 6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ એકસાથે યોજાઈ રહી છે.

આ પણ વાંચો: આજે અંતિમ તબક્કાનું મતદાન, 904 ઉમેદવારનું ભવિષ્ય થશે EVMમાં કેદ

સૌથી વધુ ઉમેદવારો પંજાબમાં
સાતમા તબક્કામાં 904 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં ​​કેદ થશે. 904માંથી સૌથી વધુ 328 ઉમેદવારો પંજાબના છે. જ્યાં તમામ 13 બેઠકો પર ચૂંટણી યોજાવવાની છે. બીજા સ્થાને, ઉત્તર પ્રદેશમાં કુલ 13 બેઠકો પર 144 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ચંદીગઢમાં ઓછામાં ઓછી એક સીટ પર 19 ઉમેદવારોએ ચૂંટણી લડી છે.