September 12, 2024

કોલકાતા કેસમાં આરોપીનો થશે સાઈકોલોજીકલ ટેસ્ટ, અનેક રહસ્યો પરથી ઉઠશે પડદો!

નવી દિલ્હી: કોલકાતાની એક હોસ્પિટલમાં ફરજ પરના એક તાલીમાર્થી ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના આરોપી સંજય રોયની મનોવૈજ્ઞાનિક પરીક્ષણ (સાઈકોલોજીકલ ટેસ્ટ) કરવામાં આવશે. CBIની CFSL ટીમ ટેસ્ટિંગ માટે કોલકાતા પહોંચી ગઈ છે. સીબીઆઈના આરોપી સંજય રોયની માનસિક સ્થિતિ જાણવા માટે આ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો સંજય રોયના ફોનમાંથી ઘણી બધી વાંધાજનક સામગ્રી અને વીડિયો મળી આવ્યા છે. આવી સ્થિતિમાં તપાસ એજન્સીઓ આરોપીની માનસિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કરી રહી છે, જેથી બળાત્કાર અને હત્યા પાછળનું કારણ જાણી શકાય.

સૂત્રોને અનુસાર એ વાત સામે આવી છે કે સંજય રોયના મોબાઈલમાંથી ઘણા પોર્ન વીડિયો મળી આવ્યા છે. આવી સ્થિતિમાં સીબીઆઈ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આરોપીએ અગાઉ કોઈ ગુનો કર્યો છે? એવું માનવામાં આવે છે કે મનોવૈજ્ઞાનિક પરિક્ષણમાં સંજય રોયના ઘણા રહસ્યો ખુલી શકે છે.

મનોવૈજ્ઞાનિક પરીક્ષણ શું છે?
મનોવૈજ્ઞાનિક પરીક્ષણ એ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેનો ઉપયોગ વ્યક્તિના માનસિક, ભાવનાત્મક અને વર્તણૂકીય ગુણોને ચકાસવા માટે થાય છે. આ પરીક્ષણો વ્યક્તિત્વ, બુદ્ધિ, રસ, વલણ અને અન્ય મનોવૈજ્ઞાનિક લાક્ષણિકતાઓનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. મનોવૈજ્ઞાનિક પરીક્ષણો દરમિયાન, વ્યક્તિને અસ્પષ્ટ ઉત્તેજના (જેમ કે ઇંકબ્લોટ્સ, ચિત્રો) નો જવાબ આપવા માટે કહેવામાં આવે છે, જેના દ્વારા તેના અચેતન મન વિશેની માહિતી મેળવવામાં આવે છે.

આ પણ વાંચો: BJPને 35 વર્ષ સુધી કોઈ હલાવી શકશે નહીં, તેના મૂળ મજબૂત છે: અમિત શાહ

ડૉક્ટર પર બળાત્કાર, પછી નિર્દયતાથી હત્યા
9 ઓગસ્ટના રોજ સરકારી સંચાલિત આર જી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં 31 વર્ષીય અનુસ્નાતક તાલીમાર્થી ડૉક્ટરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જેને લઈને હાલ દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નોંધપાત્ર પ્રગતિ ન થતાં વ્યાપક રોષ પછી, કોલકાત્તા હાઈકોર્ટે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કર્યો. સીબીઆઈ હવે આ મામલે તપાસ કરી રહી છે અને આશા છે કે ટૂંક સમયમાં સત્ય બહાર આવશે.