January 11, 2025

કેએલ રાહુલની આ અરજી બીસીસીઆઈને ફગવી દીધી

KL Rahul: કેએલ રાહુલ આગામી ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ એમ છતાં ટીમને હારવાનો વારો આવ્યો હતો. કેએલ રાહુલ બીસીસીઆઈને એક ખાસ માંગ કરી હતી. જે ફગાવી દેવામાં આવી છે.

આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નો પ્રારંભ, 11થી 14 જાન્યુઆરી સુધી આયોજન

આરામની માંગ કરી હતી
ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા રાહુલે બીસીસીઆઈ પાસેથી આરામની માંગ કરી હતી. પરંતુ કેએલ રાહુલની વિનંતીને ફગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે ટી-20 સિરીઝ 22 જાન્યુઆરી શરૂ થવાની છે અને વનડે સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. 2023 ODI વર્લ્ડ કપ અને તેના એક વર્ષ પહેલા રાહુલનું પ્રદર્શન સારું છે જેના કારણે તેને રમાવાની શક્યતાઓ વધારે છે.