October 13, 2024

કિરણ રાવની ફિલ્મ ‘લાપતા લેડીઝ’ 25 એપ્રિલે નેટફ્લિક્સ પર થઈ રિલીઝ

અમદાવાદ: કિરણ રાવે આ વર્ષે ફિલ્મ લાપતા લેડીઝથી ડાયરેક્ટરની ખુરશી પર ફરી કમબેક કર્યું છે. વર્ષ 2023માં પ્રતિષ્ઠિત ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ હતી. એ બાદ આ ફિલ્મ 1 માર્ચ, 2024ના સિનેમાઘરમાં રિલીઝ થઈ હતી. આમિર ખાન દ્વારા પ્રોડ્યુસ આ ફિલ્મને ક્રિટિક્સ અને ઓડિયન્સે ખુબ વખાણી હતી. થિયેટરમાં રીલિઝ બાદ લગભગ 2 મહિના બાદ કોમેડી-ડ્રામા ઓટીટી પર રિલીઝ થવા માટે તૈયાર છે.

ક્યારે રિલીઝ થશે ‘લાપતા લેડીઝ’?
કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ લાપતા લેડીઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. 25 એપ્રિલે નેટફ્લિક્સે પોસ્ટરની સાથે ફિલ્મ રિલીઝની તારીખ શેર કરી. આ સાથે અડધી રાત્રે ફિલ્મને રિલીઝ પણ કરી દેવામાં આવી. તો બીજી તરફ આમિર ખાન પ્રોડક્શને ઈન્સ્ટાગ્રામ પર ઓટીટી રિલીઝની જાહેરાક પણ કરી. જેમાં તેમણે લખ્યું કે, યાત્રીગણ ખાસ ધ્યાન આપો, લાપતા લેડીઝ જલ્દી જ મળશે નેટફ્લિક્સ પર.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદનો માહોલ છવાયો, ધરતીપુત્રો ચિંતામાં

‘લાપતા લેડીઝ’ના ખૂબ વખાણ થયા
બિપ્લબ ગોસ્વામીની પુરસ્કાર વિજેતા નવલકથા પર આધારિત ફિલ્મમાં સ્પર્શ શ્રીવાસ્તવ, પ્રતિભા રાંતા, નિતાંશી ગોયલ અને રવિ કિશન મુખ્ય ભૂમિકામાં છે. બોક્સ ઓફિસ પર હળવો પ્રતિસાદ હોવા છતાં કિરણ રાવની ફિલ્મને તેના શાનદાર પ્લોટ, પ્રદર્શન અને કોમેડી માટે પ્રેક્ષકો અને વિવેચકો તરફથી પ્રશંસા મળી છે. આ ફિલ્મ પ્રેક્ષકોને 2001માં ગ્રામીણ ભારતમાં લઈ જાય છે, જ્યાં ટ્રેનની મુસાફરી દરમિયાન બે દુલ્હનની અદલાબદલી થાય છે.

‘લાપતા લેડીઝ’ કિરણ રાવની બીજી દિગ્દર્શિત ફિલ્મ
મહત્વનું છે કે, કિરણ રાવે 2010માં આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘ધોબીઘાટ’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. તે બાદ લાપતા લેડીઝ રાવની બીજી દિગ્દર્શિત પ્રોજેક્ટ છે.