March 10, 2025

ખેડામાં બોર્ડની પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ, જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા

ખેડા: ખેડામાં ધો.10ની બોર્ડની પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં CCTVમાં એકબીજાને કાપલીની આપ-લે કરતા દેખાય છે. વીડિયો ડાકોર ભવન્સ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલનો હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો વાયરલ થતા સુપરવાઈઝરની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

હાલમાં ચાલી રહેલી પરિક્ષાનું પેપર પૂરું થયા બાદ સમગ્ર મામલે ડાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાશે. કોન્ફિડેન્સિયલ વીડિયો કોણે વાયરલ કર્યો તે ગંભીર સવાલ છે.