નડિયાદમાં ભાજપે કલા-સંવાદ કલાકારોનું સંમેલન યોજ્યું
નડિયાદઃ ભારતીય જનતા પાર્ટી સાંસ્કૃતિક સેલ દ્વારા ખેડા લોકસભામાં કલા-સંવાદ કલાકારોનું સંમેલન તથા લોકસભા ચૂંટણી 2024 સંકલ્પ પત્ર માટે કલાકારોના અમૂલ્ય સૂચનો લેવામાં આવ્યા જે દિલ્હી મોકલવામાં આવશે. આ ઉપરાંત ‘ભાજપનું વિકસિત ભારત સંકલ્પ પત્ર કેવું હોવું જોઈએ’ તે માટે કલાકારોના મત જાણ્યા હતા.
નડિયાદમાં 10મી માર્ચે ભાજપ ખેડા જિલ્લા કાર્યલય કમલમમાં આયોજન કરવામાં આવ્યું હતું. કલા સંવાદ જેમાં સાંસ્કૃતિક સેલના પ્રદેશ સંયોજક જનક ઠક્કર, સાંસ્કૃતિક સેલના પ્રદેશ સભ્ય અરવિંદ વેગડા, મહર્ષિ દેસાઈ, સાંસ્કૃતિક સેલ અમદાવાદ જીલ્લાના સંયોજક રાકેશ પૂજારા તથા ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અજય ભ્રમભટ્ટ અને ખેડા લોકસભાના સંયોજક દશરથ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ખેડા જીલ્લા સાંસ્કૃતિક સેલના સહસંયોજક મહેશ રબારીએ મોટી સંખ્યામાં કલા ક્ષેત્રના લોકોને એકત્ર કર્યા હતા.
જનક ઠક્કરે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, ‘ભાજપ સાંસ્કૃતિક સેલની ટીમ દ્વારા ગુજરાતની તમામ લોકસભા વિસ્તારમા આ પ્રમાણે કાર્યક્રમ યોજાશે. ભાજપ સાંસ્કૃતિક સેલની ટીમ દ્વારા સરકારની અને પાર્ટીની વાત સૌ કલાજગતના લોકો સુધી પહોંચે એવો પ્રયાસ કરવામાં આવશે.’