November 24, 2024

‘હું બીજા કોઇને ડેટ કરી રહી છું…’, આખરે કંગનાએ તોડ્યું મૌન

કંગના રનૌતે આખરે રિલેશનશિપ અને ડેટિંગના સમાચારો અંગે પોતાનું મૌન તોડ્યું છે. પહેલા હેરસ્ટાઈલિસ્ટ સાથે અને પછી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તેની તસવીરો સામે આવી હતી. ખરેખરમાં અયોધ્યામાં Easemay Tripના સ્થાપક અને કરોડપતિ બિઝનેસમેન નિશાંત પિટ્ટી સાથે અભિનેત્રીની તસવીરો સામે આવી હતી. આ જોયા પછી તરત જ ચર્ચા શરૂ થઈ ગઈ કે અભિનેત્રી એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે. હવે કંગના રનૌતે આ તમામ સમાચારો પર પ્રતિક્રિયા આપી છે અને તેમને બકવાસ ગણાવ્યા છે. પરંતુ કંગનાએ સ્પષ્ટ કર્યું છે કે તેના જીવનમાં કોઈ બીજું પણ છે, જેના વિશે તે જલદી જણાવશે.

થયું એવું કે કંગના રનૌતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લીધો. બિઝનેસમેન નિશાંત પિટ્ટી પણ ત્યાં પહોંચી ગયા હતા. બંનેની સાથેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. આ જોયા પછી, સોશિયલ મીડિયા પર ગપસપ શરૂ થઈ હતી કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. પરંતુ કંગનાએ પોતે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.

કોને ડેટ કરી રહી છે કંગના રનૌત?

કંગના રનૌતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું, ‘હું દરેકને વિનંતી કરું છું કે કૃપા કરીને આવી ખોટી માહિતી ન ફેલાવો. નિશાંત પિટ્ટી પરિણીત છે. હું પણ કોઈ બીજાને ડેટ કરું છું. યોગ્ય સમય આવે ત્યાં સુધી રાહ જુઓ, હું તમને કહીશ. હવે આવું લખીને તમારી જાતને શરમાવશો નહીં કે દરરોજ તમે કોઈની તસવીર જોઈને નામ ઉમેરવાનું શરૂ કરો. આ પોસ્ટનો અર્થ સ્પષ્ટ છે કે કંગના રનૌતના જીવનમાં કોઈ છે, પરંતુ હાલમાં તે તેના અફેર વિશે જણાવવા માંગતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

આ પહેલા કંગનાનું નામ જોડાયું હતું

તાજેતરમાં જ મુંબઈના સલૂનમાંથી કંગના રનૌતની તસવીરો પણ સામે આવી હતી. જ્યારે તે વિદેશી મિસ્ટ્રી મેન સાથે જોવા મળી ત્યારે બંને એકબીજાના હાથ પકડેલા જોવા મળ્યા હતા. જે બાદ તેમના ડેટિંગના સમાચારોની ચર્ચાએ જોર પકડ્યું હતું.

મિસ્ટ્રી મેન પર મૌન પણ તૂટી ગયું

મિસ્ટ્રી મેન વિશે, કંગના રનૌતે કહ્યું હતું કે તેને તેના પરફોર્મન્સ વિશે પૂછતા ઘણા કોલ અને મેસેજ આવી રહ્યા છે. તો તમને જણાવી દઈએ કે તે મારો હેરસ્ટાઈલિસ્ટ છે. જો બે વ્યક્તિ એક સાથે જોવા મળે તો લોકો કંઈક બીજું સમજવા લાગે છે.

કોણ છે નિશાંત પિટ્ટી?

નિશાંત પિટ્ટી વિશે વાત કરીએ તો, તે ઓનલાઈન ટ્રાવેલ પ્લેટફોર્મ Easemay Trip ના ફાઉન્ડર છે. જેમણે વર્ષ 2000માં તેની સ્થાપના કરી હતી. વર્ષ 2023ના રિપોર્ટ અનુસાર, આ પ્લેટફોર્મે 3,716 કરોડ રૂપિયાની આવક હાંસલ કરી હતી.