September 18, 2024

જસપ્રિત બુમરાહ પર ચાહકોએ વરસાવ્યો પ્રેમ, ફોટો થયા વાયરલ

Jasprit Bumrah in Chennai: જસપ્રિત બુમરાહની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. બુમરાહ હાલમાં બ્રેક પર છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને બાંગ્લાદેશ સામેની શ્રેણીમાંથી આરામ આપવામાં આવી શકે છે. આ વચ્ચે તે પ્રશંસકો મળવા માટે ચેન્નાઈની સત્યભામા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પહોંચ્યો હતો. જ્યાં બુમરાહને જોવા માટે હજારો વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી. આ સમયના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

બુમરાહ રેમ્પ પર વોક
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં જોઈ શકાય છે કે બુમરાહ રેમ્પ પર વોક કરી રહ્યો છે. તેની બંને બાજુ વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી રહી હતી. તમામ વિદ્યાર્થીઓ જસપ્રિતને સ્પર્શ કરવા આતુર હોય તેવું જોવા મળી રહ્યું હતું. ફોટો જોઈને લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. જેમાં કોઈએ કહ્યું કે બુમરાહ એક વાસ્તવિક સુપરસ્ટાર છે અને તે ચાહકોના આવા સમર્થનને સંપૂર્ણપણે લાયક છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

જસપ્રીત બુમરાહ ક્યારે વાપસી કરશે?
જસપ્રીત બુમરાહ છેલ્લે T20 વર્લ્ડ કપ 2024માં રમતા જોવા મળી શકે છે. તેણે 8 મેચમાં 15 વિકેટ લીધી હતી. બાદમાં ભારતે ઝિમ્બાબ્વે અને શ્રીલંકા સામે શ્રેણી રમી હતી. જેમાં બુમરાહ બંને શ્રેણીમાંથી ગાયબ જોવા મળ્યો હતો. થોડા જ સમયમાં ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ રમવાની છે. તેમાં જસપ્રીત બુમરાહ જોવા મળશે નહીં. કારણ કે બુમરાહને બ્રેક આપવામાં આવ્યો છે.