ઈશાન કિશનને બાંગ્લાદેશ સામેની T20 સિરીઝમાં તક કેમ ના મળી?
IND vs BAN T20I: આ દિવસોમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. આ ટેસ્ટ બાદ બંને ટીમ ફરી T20 સિરીઝના મેદાનમાં રમતી જોવા મળશે. આ માટે બીસીસીઆઈએ T20ની સિરીઝની જાહેરાત કરી લીધી છે. જેમાં યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે તેમાં ઈશાન કિશને સ્થાન આપવામાં આવ્યું નથી. હવે સવાલ એ છે કે આ વખતે પણ કેમ ઈશાન કિશનને સ્થાન આપવામાં આવ્યું નથી. ઈશાન કિશનનું નામ જાણે નામ ગાયબ થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે.
ઈશાનને નજરઅંદાજ કરવામાં આવ્યો
ઈશાન એક વિકેટકીપર બેટ્સમેન છે જે ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યો છે. તેણે તેની છેલ્લી મેચ વર્ષ 2023માં ટીમ ઈન્ડિયા માટે રમી છે. હવે તમને સવાલ થતો હશે કે T-20 સિરીઝમાં પણ ઈશાનને નજરઅંદાજ કરવામાં આવ્યો છે, પરંતુ કદાચ વાસ્તવિકતા એવી નથી. ઈરાની કપની મેચ મુંબઈ અને બાકીના ભારત વચ્ચે 1 થી 5 ઓક્ટોબર દરમિયાન રમાવાની છે. તમને જણાવી દઈએ કે ઈશાનને રેસ્ટ ઓફ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો છે. ઈરાની કપની મેચ 5 ઓક્ટોબરે ખતમ થશે અને ત્યારબાદ 6 ઓક્ટોબરથી T-20 સિરીઝ શરૂ થવાની છે જેના કારણે તેને કદાચ સ્થાન આપવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: હરિયાણા ચૂંટણી પહેલા વિનેશ ફોગાટનું મોટું નિવેદન
બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી માટે 15 સભ્યોની ભારતીય ટીમ
હાર્દિક પંડ્યા, રાયન પરાગ, નીતિશ રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.