December 13, 2024

એક મેચ માટે ચીયરલીડર્સને કેટલા રુપિયા મળે છે? જાણીને આંખો ફાટી જશે!

Cricket Match Cheerleaders: મોટા ભાગની મેચમાં તમે ચીયરલીડર્સ જોયા જ હશે. જે ક્રિકેટના મેદાનમાં દર્શકોની સાથે ખેલાડીને પણ પ્રોત્સાહિત કરે છે. તેનું કામ છે કે મેચનો ઉત્સાહ વધારતા રહે. મેચ જોવા આવેલા લોકોનું પણ તેઓ સતત મનોરંજન કરતા જોવા મળે છે. આઈપીએલમાં પણ તે જોવા મળે છે. હવે તમને સવાલ થશે કે તેમને કેટલા પૈસા મળે છે અને તેમની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? આવો જાણીએ તમામ માહિતી.

ચીયરલીડર્સ ક્યારે શરૂ થયા?
ચીયરલીડર્સની શરૂઆત અમેરિકામાં કરવામાં આવી હતી. રિકા અને બ્રિટનની મોટાભાગની છોકરીઓ આ માટે કરિયર બનાવી રહી છે. તેનું કારણ એ પણ છે તેમની સ્ટાઇલ. તમને જાણીને નવાઈ લાગશે કે પહેલા ચીયરલીડર્સમાં મહિલાઓ હતી નહીં. પહેલા માત્ર પુરુષોને જ સ્થાન આપવામાં આવતું હતું. જ્યારે તેમાં પણ માંગ વધવા લાગી એ પછી મહિલાઓને પણ સ્થાન આપવાની શરુઆત કરવામાં આવી. સમય જતા હવે આ વ્યવસાયને પોતાની કારકિર્દી તરીકે જોવાનું શરૂ કર્યું છે.

ચીયરલીડર્સની આ વર્ષથી શરૂઆત
ક્રિકેટના મેદાન પર ચીયરલીડર્સની પહેલી એન્ટ્રી વર્ષ 2007માં થઈ હતી. સાઉથ આફ્રિકામાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં તેને મેદાન પર પ્રથમ સ્થાન અને આ પછી આઈપીએલમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું. હવે તો ઘણી બધી મેચમાં જોવા મળે છે. IPLમાં મોટાભાગના ચીયરલીડર્સને યુક્રેન, અમેરિકા, બ્રિટન, મેક્સિકો, ફ્રાન્સ, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાથી બોલાવવામાં આવે છે.

આ પણ વાંચો: હરિયાણા ચૂંટણી પહેલા વિનેશ ફોગાટનું મોટું નિવેદન

ચીયરલીડર્સ કમાણી
ક્રિકેટના મેદાન પર દર્શકોનું મનોરંજન કરનારા આ ચીયરલીડર્સને પગારએક મેચમાં લગભગ 20 થી 30 હજાર રૂપિયા આપવામાં આવે છે. બાકી ટીમના સંચાલન પર નિર્ભર કરે છે. જે ટીમને તેઓ સપોર્ટ કરે છે તે ટીમની જીત થાય છે તો તેને પણ ઈનામમાં પૈસાઓ મળે છે.