March 18, 2025

IPL 2025ની ઓપનિંગ સેરેમની થશે શાનદાર, આ કલાકારો મચાવશે ધૂમ

IPL 2025 Opening Ceremony: આઈપીએલ 2025ને આડે હવે માત્ર થોડા જ દિવસ બાકી રહ્યા છે. ટુર્નામેન્ટની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો આરસીબી સામનો થશે. IPL 2025ની ઓપનિંગ સેરેમની શાનદાર થશે. દિશા પટાણી તેના ડાન્સ મૂવ્સથી ઇવેન્ટમાં ગ્લેમર ઉમેરશે, જ્યારે શ્રેયા ઘોષાલ તેના મધુર અવાજથી લોકોના મનમોહી લેશે.

આ પણ વાંચો: અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐય્યર ઇતિહાસ રચશે, IPLમાં કોઈ ભારતીયે આવું કર્યું નથી

ઓપનિંગ સેરેમની શાનદાર થશે
IPL 2025ની ઓપનિંગ સેરેમનીમાં ઘણા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે. જેમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટણી અને શ્રેયા ઘોષાલનો મધુર અવાજ સાંભળવા મળશે. પંજાબી સિંગર કરણ ઔજલા પણ જોવા મળશે. તેની સાથે સાથે બીજા ઘણા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં આઈપીએલ 2025ની પહેલી મેચ રમાશે. પહેલી મેચમાં KKRનો મુકાબલો RCB સામે થશે.