IPL 2025:ધોની પડદા પાછળથી CSKનું નેતૃત્વ કરે છે? માહીએ આપ્યો જવાબ

IPL 2025: મહેન્દ્ર સિંહ ધોનીએ 2024 સિઝન પહેલા ટીમની કમાન ઋતુરાજ ગાયકવાડને સોંપી છે. ગઈ કાલે મેચ રમાઈ હતી જેમાં 4 વિકેટથી CSKની જીત થઈ હતી. જીત બાદ ધોનીએ ગાયકવાડની કેપ્ટનશીપ વિશે વાત કરી હતી.
આ પણ વાંચો: GT vs PBKS Pitch Report: અમદાવાદમાં રનનો ઢગલો થશે કે બોલરો તબાહી મચાવશે, જાણો પિચ રિપોર્ટ
ધોનીએ આ અટકળોને નકારી કાઢી
રવિવારે રાત્રે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 4 વિકેટથી મળેલી જીત બાદ ધોનીએ ગાયકવાડની કેપ્ટનશીપ વિશે વાત કરી હતી. મહેન્દ્ર સિંહ ધોની પોતે પડદા પાછળ રહીને ટીમનું સંચાલન કરે છે. ધોનીએ આ અટકળોને નકારી કાઢી છે. ‘ઋતુરાજ ઘણા સમયથી અમારી ટીમનો ભાગ છે. તેનો સ્વભાવ ખૂબ જ સારો છે, તે શાંત છે, ઘણી ધીરજ બતાવે છે. એટલા માટે અમે તેને કેપ્ટન તરીકે પસંદ કર્યો.