બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમિમ ઇકબાલને આવ્યો હાર્ટ એટેક

Tamim Iqbal Heart Attack: બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને ઢાકા પ્રીમિયર લીગ મેચ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ પછી તેમને ઢાકાની બહારના વિસ્તારમાં આવેલા સાવરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોહમ્મદન સ્પોર્ટિંગ ક્લબ અને શાઇનપુકુર ક્રિકેટ ક્લબ વચ્ચેની મેચ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તમીમ સ્થાનિક મેચો રમી રહ્યો છે અને કોમેન્ટ્રી કરી રહ્યો છે.

આ પણ વાંચો: IPL 2025:ધોની પડદા પાછળથી CSKનું નેતૃત્વ કરે છે? માહીએ આપ્યો જવાબ

હેલિકોપ્ટરથી હોસ્પિટલમાં લઈ જવાયો
બાંગ્લાદેશના ભૂતપૂર્વ કેપ્ટન તમીમ ઇકબાલને ઢાકા પ્રીમિયર લીગ મેચ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હતો. છાતીમાં દુખાવો અનુભવાયા બાદ તેને હેલિકોપ્ટરમાં તેને દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, તમીમ સ્થાનિક મેચો રમી રહ્યો છે અને કોમેન્ટ્રી કરી રહ્યો છે. બાદમાં મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ મળી કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો.