નવા વર્ષે કરો આટલા રૂપિયાનું રોકાણને બનો કરોડપતિ!
આપણે બધા થોડા જ દિવસોમાં નવા વર્ષમાં પ્રવેશવા જઈ રહ્યા છે. જેમાં ઘણા લોકો નવા વર્ષને લઈને અલગ અલગ રિઝોલેશન લેતા હોય છે. કેટલાક લોકો સ્વાસ્થય સંબંધિત રિઝોલેશન લેતા હોય છે તો કેટલાક આર્થિક રીતે સેવિંગને લઈને રિઝોલેશન લેતા હોય છે. તો આજે જે લોકો સેવિંગને લઈને ચિંતિત છે એ તમામ લોકો માટે ખુબ જ સરળ અને ઓછા પૈસામાં વધારે વળતર મળે તેવી ખાસ સ્કિમ લઈને આવ્યા છે.
દર મહિને બચાવો 5000 રૂપિયા
આજે દરેક વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડ વિશે માહિતગાર છે. તમે મ્યુચ્યુઅલ ફંડમાં માત્ર રૂ. 500 પ્રતિ મહિને SIP કરી શકો છો. SIP એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક રીત છે. જો તમે દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 5000 ની SIP કરો છો અને જો તમને તેના પર 15% વાર્ષિક વળતર મળે છે. તો 22 વર્ષ પછી તમે કરોડપતિ બની જશો. તમારી પાસે કુલ 1.03 કરોડ રૂપિયા હશે. જ્યારે આ 22 વર્ષમાં તમે કુલ 13.20 લાખ રૂપિયા જમા કરાવશો.
આ પણ વાંચો: જોજો…બેન્કમાં જતા પહેલાં ખાસ વાંચો, જાન્યુઆરી મહિનામાં 16 દિવસ રહેશે બંધ
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો
બીજી તરફ જો વાર્ષિક વળતર 17 ટકા છે, તો તમે માસિક રૂ. 5000નું રોકાણ કરીને 20 વર્ષમાં મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂ. 1.01 કરોડ એકત્રિત કરી શકો છો. એટલું જ નહીં જો તમે દર મહિને 5000 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કરો છો અને તેમાં વાર્ષિક 10 ટકા વધારો કરો છો, તો 12 ટકા વાર્ષિક વળતર પર પણ 20 વર્ષ પછી તમારી પાસે 1 કરોડ રૂપિયા હશે. એટલે કે જો તમે વર્ષ 2024 થી દર મહિને 5000 રૂપિયાની SIP કરો છો, તો વર્ષ 2044 માં તમે 1 કરોડ રૂપિયાના માલિક બનશો.
SIPમાં દર વર્ષે કરો 10%નો વધારો
જો તમે માસિક રૂ. 5000ની SIP કરો છો અને રોકાણમાં વાર્ષિક 10 ટકાનો વધારો કરો છે. આ સમયે વાર્ષિક વળતર 15 ટકા છે. તો તમને કુલ 1,39,18,156 રૂપિયા મળશે. આ સમયગાળા દરમિયાન તમે કુલ 34,36,500 રૂપિયાનું રોકાણ કરશો. જો તમે દર મહિને ઓછામાં ઓછા 25,000 રૂપિયાથી 30,000 રૂપિયા કમાઓ છો તો તમે આ રોકાણની રકમને વાર્ષિક બમણું કરી શકો છે. જો રોકાણની રકમ બમણી કરવામાં આવે તો સ્વાભાવિક રીતે વળતર પણ બમણું થશે. તેથી વર્ષ 2024 માં રોકાણનું પ્રથમ પગલું ભરીને તમારા ભવિષ્યને યાદગાર બનાવો.