June 30, 2024

All Eyes on Rafah: આ પોસ્ટ સોશિયલ મીડિયામાં કેમ વાયરલ થઈ રહી છે?

All Eyes on Rafah: હાલ સોશિયલ મીડિયાની દરેક પોસ્ટ પર તમામની નજર રાફા પર જોવા મળી રહી છે. પરંતુ આ All Eyes on Rafah છે શું? ત્યારે આવો જાણીએ કે આ પોસ્ટનો અર્થ થાય છે શું અને કેમ લોકો તેને પોસ્ટ કરી રહ્યા છે.

પોસ્ટ ઝડપથી વાયરલ
All Eyes on Rafahની પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહી છે. સામાન્ય જનતા તો પોસ્ટ કરી રહી છે, પરંતુ તેની સાથે સેલિબ્રિટીઓ પણ આ અભિયાનમાં સામેલ છે. વાયરલ થઈ રહેલી આ પોસ્ટનો અર્થ શું છે તેની વિગત લઈને અમે આવ્યા છીએ.’ઓલ આઈઝ ઓન રફાહ’ એ એક ઝુંબેશ છે. જે લોકો પોસ્ટ કરીને ચલાવી રહ્યા છે. આ ઝુંબેશ ઈઝરાયલી સૈનિકો દ્વારા ગાઝા સિટી પર થઈ રહેલા હુમલાને લઈને કરવામાં આવી રહી છે. ગાઝામાં હુમલા કરવામાં આવી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો માર્યા ગયા છે. ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કરાણે દુનિયાનું ધ્યાન આ બંને દેશો ઉપર છે.

આ પણ વાંચો: Google Doodleએ IPL 2024ની ફાઇનલની કરી ઉજવણી

ઇઝરાયેલની નિંદા
આ ઘટનાને કારણે તમામ દેશના વડાપ્રધાને નિંદા કરી હતી. રાષ્ટ્રપતિ બિડેન પણ કહ્યું કે સુરક્ષા માટે અમેરિકા ઈઝરાયલને હથિયાર આપશે, પરંતુ રફાહ પરના હુમલામાં ઉપયોગમાં લેવાતા હથિયારો નહીં આપે. આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલતે કહ્યું કે તે હમાસ અને નેતન્યાહૂ સહિત ઇઝરાયેલના અધિકારીઓ માટે યુદ્ધ અપરાધો માટે ધરપકડ વોરંટ ઇચ્છે છે. જોકે મહત્વની વાત એ છે કે હાલ All Eyes on Rafahની પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહી છે.