December 14, 2024

Agnibaan Sorted સફળતાપૂર્વક લોન્ચ, ISROએ આપ્યા અભિનંદન

Agnibaan: સ્પેસ સ્ટાર્ટઅપ અગ્નિકુલ કોસમોસે 30 મેના  આજે તેના પ્રથમ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટ પ્રક્ષેપણ અગાઉ મંગળવારના થવાનું હતું. પરંતુ અમૂક કારણોસર લોન્ચિંગ બે વાર મોકૂફ રાખવામાં આવ્યું હતું.

માહિતી કરી શેર
ખાનગી કંપનીઓ અને સ્પેસ ડિપાર્ટમેન્ટ વચ્ચે સેતુનું કામ કરતા ઈન્સ્પેસે કંપની વતીએ આ વિશે માહિતી આપી હતી. જોકે ઈસરોએ સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમાં લખવામાં આવ્યું છે શ્રીહરિકોટા ખાતે ખાનગી કંપનીના પ્રાઈવેટ લોન્ચ પેડ પરથી ફ્લાઈટનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ISRO એ અગ્નિકુલની પરીક્ષણ ઉડાન અગ્નિબાન સોર્ટેડ 01 મિશનની સફળતાને અવકાશ ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ ગણાવી છે. છેલ્લા ત્રણ મહિનામાં ચોથી વખત લોન્ચિંગ રદ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: All Eyes on Rafah: આ પોસ્ટ સોશિયલ મીડિયામાં કેમ વાયરલ થઈ રહી છે?

રોકેટની ક્ષમતા કેટલી છે?
મંગળવારે સવારે ટેસ્ટ કરવાનું હતું. સવારે સવારે 9.25 વાગ્યે તેનું પરીક્ષણ થવાનું હતું, પરંતુ ટેક-ઓફની માત્ર 5 સેકન્ડ પહેલાં, લોન્ચને હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું. લોન્ચને થોડી વાર હોલ્ડ પર રાખવામાં આવ્યું અને ત્યારબાદ તે દિવસે પણ તેને રદ કરી દેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે અગ્નિકુલ કોસ્મોસનું અગ્નિબાન રોકેટ બે તબક્કાનું રોકેટ છે. આ રોકેટ 700 કિમીની ઉંચાઈ સુધી પહોંચવામાં અને 300 કિલોગ્રામ સુધીનું પેલોડ વહન કરવામાં સક્ષમ છે. આ પહેલાની વાત કરવામાાં આવે તો વર્ષ 2022માં સ્કાયરૂટ કંપનીએ ઈસરોની લોન્ચ સાઇટ પરથી ભારતનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું.