July 2, 2024

પાકિસ્તાનમાં આર્થિક કટોકટી વચ્ચે રમજાન પહેલાં મોંઘવારી આસમાને

Pakistan Inflation: મુસ્લિમ સમુદાયના પવિત્ર મહિના રમજાન પહેલા પાકિસ્તાનમાં મોંઘવારીમાં વધારો થયો છે. આર્થિક સંકટની વચ્ચે મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. એક્સપ્રેસ ટ્રિબ્યૂન અનુસાર દેશમાં ખાવા-પીવાની વસ્તુઓમાં જોરદાર ભાવવધારો થયો છે. એવામાં લોકોને હવે રમજાન સમયે વધારે ખર્ચો કરવો પડશે.

કિંમતોમાં જોરદાર વધારો
પાકિસ્તાનમાં હાલમાં જ નવી સરકારનું ગઠન થયું છે. તેમ છતાં સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત નથી મળી. પાક.માં આદ્ય મોંઘવારીમાં બેથી ત્રણ ગણો વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનમાં શાકભાજી, તેલ, માંસ, ઘી, ઇંડા, દાળ અને ખાંડની કિંમતોમાં જોરદારનો વધારો થયો છે.

કાંદાના ભાવ આસમાને
પાકિસ્તાનમાં કાંદાની ભાવ સામાન્ય લોકોને રડાવે છે. પાકિસ્તાની મીડિયા મુજબ, કાંદોનો ભાવ 300 પાકિસ્તાન રુપિયા સુધી પહોંચી ચુક્યા છે. તો બટાકાના ભાવ 50 રુપિયાથી વધીને 80 રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યા છે. શિમલા મરચાની કિંમતોમાં બે ગણો વધારો થયો છે. જે 100 રુપિયામાંથી 200 રુપિયા પ્રતિ કિલો. સુધી પહોંચ્યા છે.

ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલી રિપોર્ટ અનુસાર, રમજાનના પવિત્ર મહિનામાં સામાન્ય લોકોને મોંઘવારીની મારથી મુક્તિ નથી. પાકિસ્તાનમાં લાંબા સમયથી મોંઘવારી દર 31.5 ટકાનો વધારો થયો છે. તેની સામે કેટલીક વસ્તુની કિંમતમાં 60 ટકાનો વધારો થયો છે. એક્સપર્ટ અનુસાર, હાલ પાકિસ્તાનના સામાન્ય લોકોને આ મોંઘવારીથી છુટકારો નહીં મળે.