September 19, 2024

INDW vs SLW Asia Cup: શ્રીલંકાએ મહિલા T20 એશિયા કપ જીત્યો, ફાઇનલમાં ભારતને 8 વિકેટથી હરાવ્યું

INDW vs SLW :  મહિલા એશિયા કપ 2024ની ફાઇનલ મેચ રંગીરી દામ્બુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં ભારત અને શ્રીલંકાની ટીમો આમને-સામને હતી. જેમાં શ્રીલંકાની ટીમે પ્રથમ વખત ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. મહિલા T20 એશિયા કપની ફાઇનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે દાંબુલાના મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા.

દામ્બુલાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે મેચ
ભારત અને શ્રીલંકા મહિલા ટીમ વચ્ચે મહિલા T20 એશિયા કપની ફાઇનલ મેચ આજે દામ્બુલાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગ કરીને ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. આ મેચમાં ભારતીય મહિલા ટીમ માટે સ્મૃતિ મંધાનાએ 60 રનની ઇનિંગ રમી હતી, રિચા ઘોષે 30 રનની ઇનિંગ રમી હતી અને જેમિમા રોડ્રિગ્ઝે 29 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી બોલિંગમાં કાશવી દિલહારીએ 2 વિકેટ ઝડપી હતી. આ મેચ દરમિયાન ખાસ વાત એ છે કે ભારતીય મહિલા ટીમ અત્યાર સુધી 7 વખત આ ટ્રોફી જીતી ચુકી છે.

આ પણ વાંચો: Paris Olympics 2024: મનુ ભાકરે શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, 12 વર્ષ પછી શૂટિંગમાં મેડલ

ભારતે 20 ઓવરમાં 165 રન બનાવ્યા હતા
મહિલા T20 એશિયા કપ 2024ની ફાઈનલ મેચમાં શ્રીલંકા સામે ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા. જેમાં ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ 60 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામે મહિલા T20 એશિયા કપની ફાઈનલ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો વચ્ચેની આ મેચ દાંબુલાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

શ્રીલંકાની ટીમની પ્લેઈંગ ઈલેવન
હર્ષિતા સમરવિક્રમા, કવિશા દિલહારી, નીલાક્ષી ડી સિલ્વા, વિશ્મી ગુણારત્ને, ચમરી અટાપટ્ટુ (કેપ્ટન), અનુષ્કા સંજીવની (વિકેટકીપર), હસીની પરેરા, સુગંધિકા કુમારી, ઈનોશી પ્રિયદર્શિની, ઉદેશિકા પ્રબોધની, સચિની નિશાનશાલા.

ભારતીય મહિલા ટીમની ફાઈનલ મેચમાં પ્લેઈંગ ઈલેવન
સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, ઉમા છેત્રી, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રાધા યાદવ, તનુજા કંવર, રેણુકા ઠાકુર સિંહ.