November 26, 2024

Indian Team પર ફરી પૈસાનો વરસાદ, આ રાજ્યના CMએ કરોડો આપવાની જાહેરાત કરી

Indian Cricket Team: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીતી લીધી છે. મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા એક પણ મેચમાં હાર્યા વગર સીધી ફાઈનલમાં પહોંચીને T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ આ રાહ 17 વર્ષ સુધી જોઈ છે. ટીમ ઈન્ડિયા જ્યારે ભારત પહોંચી ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરાયું હતું. નરેન્દ્ર મોદીએ તેમને મળ્યા અને શુભેચ્છા પાઠવી હતી. BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમને 125 કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. આ સાથે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટી જાહેરાત કરી છે.

આટલા કરોડની કરી જાહેરાત
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 11 કરોડ રૂપિયા ખેલાડીઓને આપવાની જાહેરાત કરી છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેનું સન્માન કરવામાં આવ્યું હતું. શિંદેએ ભારતીય ટીમના ખુબ વખાણ કર્યા હતા. મુંબઈ પોલીસની વિજય પરેડ દરમિયાન ક્રાઉડ મેનેજમેન્ટની પણ પ્રશંસા કરી હતી. ફડણવીસે રોહિતની પ્રશંસા કરતા કહ્યું કે તેનું નામ હવે ક્રિકેટ ઈતિહાસમાં હંમેશ માટે લખાઈ જશે.

આ પણ વાંચો: શું Virat Kohli અને Anushka Sharma કાયમ માટે લંડન શિફ્ટ થશે?

મહારાષ્ટ્રમાં આક્ષેપબાજીનું આખલા યુદ્ધ
ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ જીતીને મુંબઈમાં વિક્ટરી પરેડ યોજી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ટીમના દરેક ખેલાડીનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનગર મુંબઈમાં આ ઈવેન્ટ તો પૂરી થઈ ગઈ પણ એ પછી રાજકારણ આ વિષયને લઈને ચાલું થઈ ગયું છે. ભાજપના જ એક નેતાએ આ વિષયને લઈને મહારાષ્ટ્રની સરકાર પર ટોણો માર્યો છે. ભાજપના નેતા પ્રેમ શુક્લા એ શુક્રવારે શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને નકલી શિવસેના ગણાવતા, તેમણે સોનિયા ગાંધીના નિર્દેશોનું પાલન કરવાનો આરોપ લગાવ્યો હતો