November 23, 2024

દિલ્હી એરપોર્ટ પર ભારતીય હોકી ટીમનું સ્વાગત, વીડિયો આવ્યો સામે

Indian Hockey Team Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમે સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પહેલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક 2020માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. વર્તમાન ઓલિમ્પિકમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ખાસ વાત તો એ છે કે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને 52 વર્ષ બાદ ઓલિમ્પિકમાં હરાવ્યું હતું. ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ હતી અને હોકી ટીમે તેના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને શાનદાર વિદાય આપી હતી. હવે હોકી ટીમ ભારત પરત ફરી છે ત્યારે દિલ્હી એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમનમાં આશા ફળી, સિંધુનો રેકોર્ડ બ્રેક

વીડિયો આવ્યો સામે
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને અન્ય ખેલાડીઓ દિલ્હી એરપોર્ટથી બહાર આવી રહ્યા છે. તેમના ચાહકો હાર પહેરાવી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં ડ્રમનો અવાજ સંભળાઈ રહ્યો છે. દરેક ખેલાડી ખુબ ખુશ જોવા મળી રહ્યો છે. ભારતીય ખેલાડીઓએ એરપોર્ટની બહાર પોતાના બ્રોન્ઝ મેડલ સાથે ફોટો પડવતા જોવા મળી રહ્યા છે.ઘણા ખેલાડીઓ ડ્રમના અવાજ પર ડાન્સ કરી રહ્યા છે.

ભોલાનાથ સિંહે કહી આ વાત
હોકી ઈન્ડિયાના સચિવ ભોલાનાથ સિંહે કહ્યું કે, “પીઆર શ્રીજેશ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં ધ્વજવાહક બનવા માટે લાયક હતા. ભારત સરકાર અને ભારતીય ઓલિમ્પિક સમિતિએ તેમને આ તક આપી છે, તો હોકી ઈન્ડિયા તેમનો આભાર માને છે. સતત મેડલ જીતવું એ મોટી સિદ્ધિ છે, પરંતુ અમારું લક્ષ્ય ફાઈનલ રમવાનું હતું. અમિત રોહિદાસને બહાર બેસવામાં રેફરીની ભૂલ અમને મોંઘી પડી અને તેથી જ અમે બ્રોન્ઝ સાથે અહીં આવ્યા છીએ. નહીંતર મેડલનો રંગ અલગ હોત.